ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણાંકીય વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે

Spread the love

સીએમએસ ઈન્ડિયા કેશ વાઈબ્રન્સી રિપોર્ટ 2023 ગ્રાહકોમાં રોકડ વપરાશના મહત્વ અને દેશમાં ડિજિટલ પેમેન્ટ્સ સાથે તેના મજબૂત સહ-અસ્તિત્વ પર પ્રકાશ પાડે છે

મુંબઈ

બેંકિંગ લોજિસ્ટિક્સ અને ટેક્નોલોજી સેવાઓ પ્રદાન કરતી ભારતની અગ્રણી બિઝનેસ સર્વિસ કંપની સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડે (CMS) આજે ‘સીએમએસ ઇન્ડિયા કેશ વાઇબ્રન્સી રિપોર્ટ 2023’ રિલીઝ કર્યો હતો. ગ્રાહકો દ્વારા રોકડ વપરાશ અંગેનો પ્રથમ વ્યાપક ઉદ્યોગ અહેવાલ, કંપનીના માલિકીના સીએમએસ કેશ ઇન્ડેક્સ™ (CCI) દ્વારા આધારિત, નાણાંકીય વર્ષ 2022 ની તુલનામાં નાણાંકીય વર્ષ 2023 ના સમયગાળા દરમિયાનના મેગાટ્રેન્ડ્સને પ્રકાશિત કરે છે.

રિપોર્ટમાં સીએમએસ કેશ ઈન્ડેક્સ™ (જે વિવિધ વ્યાપારિક પોઈન્ટ્સ પર અર્થતંત્રમાં રોકડ પાછા લાવવાનો ટ્રેક કરવા માટે 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો) ના સાપેક્ષ પ્રદર્શનને ધ્યાનમાં રાખે છે. આ ઈન્ડેક્સ એટીએમ ચેનલો દ્વારા અને રિટેલ ચેનલ પોઈન્ટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રોકડ થકી બજારમા ફરતી રોકડના આધાર બનાવવામાં આવે છે જે બંને સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ દ્વારા આવરી લેવામાં આવે છે જેની વિરુદ્ધ છે એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા કોમ્પોઝિટ પીએમઆઈ (S&PGIPMI), જે આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણ અને સંકોચનનું માપન કરે છે. S&PGIPMI એક મજબૂત સહસંબંધ દર્શાવે છે અને સીએમએસ કેશ ઇન્ડેક્સને દેશમાં રોકડ વાઇબ્રેન્સીને ટ્રેક કરવા માટે મુખ્ય બેરોમીટર તરીકે સ્થાપિત કરે છે.

ઇન્ડસ્ટ્રી લીડર તરીકે, સીએમએસ એ નાણાંકીય વર્ષ 2023માં, SURU (semi-urban and rural) એટલે કે અર્ધ શહેરી અને ગ્રામીણ વિરુદ્ધ મેટ્રોપોલિટન શહેરોમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા ભારતભરના એટીએમ રોકડ ભરપાઇમાં વાર્ષિક વૃદ્ધિ દર્શાવવા માટે મુખ્ય ડેટા પોઇન્ટ્સ પર ધ્યાન દોરે છે. અહેવાલમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ભારતમાં રોકડ-આધારિત વ્યવહારોની મજબૂત માંગને દર્શાવે છે જેમાં મહાનગરો, અર્ધ-મહાનગરો, અર્ધ-શહેરી અને ગ્રામીણ કેન્દ્રોમાં એટીએમ રોકડ ઉપાડની પેટર્નથી માંડીને રિટેલ કેશ મેનેજમેન્ટ ડેટા દ્વારા વેપારી પ્રવૃત્તિઓના સેક્ટર સ્તરના વિશ્લેષણનો સમાવેશ થાય છે.

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના કેશ મેનેજમેન્ટ સર્વિસિસના પ્રેસિડેન્ટ શ્રી અનુષ રાઘવને જણાવ્યું હતું કે, “અહેવાલ ભારતીય અર્થતંત્રમાં રોકડની સુસંગતતા અને મહત્વ દર્શાવે છે. નાણાંકીય સમાવેશને વિસ્તૃત કરવા અને સમાજમાં દરેક માટે સુલભ હોય તેવી અનુકૂળ અને ઓછી કિંમતની ચુકવણી પ્રણાલી પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે. અમે એટીએમ પર માસિક સરેરાશ રોકડ ભરપાઈમાં 10.1% વૃદ્ધિ અને નાણાંકીય વર્ષ 2023માં ઈ-કોમર્સ કંપનીઓ સાથે પોઈન્ટ દીઠ સરેરાશ રોકડ સંગ્રહમાં મજબૂત 1.3 ગણો વધારો જોયો છે”.

સીએમએસ ઇન્ડિયા કેશ વાઇબ્રન્સી રિપોર્ટ 2023 પર એક નજર:

· 2021માં 421 બિલિયન ડોલર પર, સીઆઈસીમાં ભારતે ત્રીજી-સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ 7.9% જોઈ, જ્યારે યુકે (+11.8%) અને ચીનમાં (+10.2%) 2020ની સરખામણીમાં અનુક્રમે સૌથી વધુ અને બીજા ક્રમની સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ જોવા મળી.

· 2016 માં 8.7% ને સ્પર્શ્યા પછી, ભારતનો સીઆઈસી થી જીડીપી રેશિયો સરેરાશ 12.4% ની નજીક પહોંચી ગયો છે જે 10-વર્ષની સરેરાશ 11.8% કરતા વધારે છે.

· સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સમગ્ર ભારતમાં એટીએમ રોકડ ભરપાઈમાં નાણાંકીય વર્ષ 2023માં વાર્ષિક 16.6% વૃદ્ધિ જોવા મળી હતી.

· માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84 લાખ કરોડ નોટબંધી પછીના 76 મહિનામાં 235.0% ની સ્પષ્ટ વૃદ્ધિ દર્શાવે છે.

· મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મળીને નાણાંકીય વર્ષ 2023માં સમગ્ર દેશમાં સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ દ્વારા ફરી ભરાયેલી કુલ એટીએમ રોકડનો 43.1% હિસ્સો ધરાવે છે, સંજોગોવશાત, MoSPIના મતે નાણાંકીય વર્ષ 2022માં આ મહત્તમ કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP) સાથેના ટોચના 5 રાજ્યો છે.

o કર્ણાટકમાં નાણાંકીય વર્ષ 2023માં એટીએમ દીઠ સૌથી વધુ વાર્ષિક સરેરાશ રોકડ ભરપાઈ રૂ. 1.73 કરોડ જોવા મળી હતી, જે નાણાંકીય વર્ષ 2022 દરમિયાન એટીએમ દીઠ રૂ. 1.46 કરોડની રોકડ ભરપાઈ કરતાં 18.1% વધુ હતી.

o છત્તીસગઢમાં નાણાંકીય વર્ષ 2023માં રૂ. 1.58 કરોડની બીજી સૌથી વધુ રોકડ ભરપાઈ જોવા મળી હતી, જેમાં નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.62 કરોડ કરતાં 2.1%નો ઘટાડો જોવા મળ્યો હતો.

· ભારતમાં નાણાંકીય વર્ષ 2022માં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે અને નાણાંકીય વર્ષ 2023ના ઓક્ટોબર, ડિસેમ્બર અને માર્ચ દરમિયાન તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન મહત્તમ રોકડ વપરાશ અને માંગ જોવા મળી હતી. રિટેલ કેશ મેનેજમેન્ટ (RCM) પોઈન્ટમાંથી એકત્ર કરાયેલ સરેરાશ રોકડનો ડેટા છ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો 50:50 ની કામગીરી દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023 દરમિયાન ટ્રાન્સપોર્ટેશન, ઓર્ગેનાઈઝ્ડ રિટેલ અને બેંકિંગ અને નાણાંકીય સેવાઓ (BFSI) ક્ષેત્રોમાં દરેકમાં 38.7%, 14.4% અને 5.6% વાર્ષિક વધારો જોવા મળ્યો હતો.

· કોવિડ-19 રોગચાળા પછી ખૂલેલા અર્થતંત્રનો એ બાબથત પરથી સ્પષ્ટ પુરાવો મળે છે કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં RCM પોઈન્ટ દીઠ 1.4 ગણું ઊંચું સરેરાશ કેશ કલેક્શન થયું છે – નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.49 કરોડથી નાણાંકીય વર્ષ 2023માં રૂ. 2.06 કરોડ.

“નોંધનીય છે કે ભારતમાં વસ્તીના નોંધપાત્ર હિસ્સા પાસે બેંક સુવિધાઓ નથી, જેઓ કોઈ ઔપચારિક બેંકિંગ સેવાઓ ધરાવતા નથી. આ વ્યક્તિઓ વ્યવહારો કરવા માટે તેમના પ્રાથમિક માધ્યમ તરીકે દરરોજ રોકડ વપરાશ પર આધાર રાખે છે. નાણાંકીય અને ડિજિટલ સાક્ષરતાના ઓઠા હેઠળ ઓફર કરવામાં આવતી સગવડ હોવા છતાં ડિજિટલ પેમેન્ટ્સ માટે સુરક્ષાની ચિંતાઓ આગળ વધી છે. રોકડ અને ડિજિટલનું યોગ્ય સંતુલન આપણા જેવી તેજીવાળી અર્થવ્યવસ્થાને ઉપર તરફ લઈ જશે એવો અમને વિશ્વાસ છે,” એમ શ્રી અનુષ રાઘવને ઉમેર્યું હતું.

રિપોર્ટમાં સીએમએસ કેશ ઇન્ડેક્સ™ અને એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈની સંબંધિત કામગીરીને પ્રકાશિત કરીને વાઇબ્રેન્સી ચેક સાથે વૈશ્વિક, રાષ્ટ્રીય, રાજ્ય અને ટિયરના સ્તરે રોકડ વપરાશ અને ઉપયોગિતાનો સમાવેશ થાય છે જે અસામાન્ય મેક્રોઇકોનોમિક ઘટનાઓ સિવાય લગભગ એકબીજાને પ્રતિબિંબિત કરે છે.

Total Visiters :356 Total: 1045173

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *