મહિલાઓનવે ભણવા કે સંતાનો વચ્ચે પસંદગીની ફરજ ન પાડી શકાય

Spread the love

નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે સંતાનો વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. આ મહત્વની ટિપ્પણી સાથે કોર્ટે એમ.એડ.ની વિદ્યાર્થીનીને મેટરનિટી લિવનો લાભ આપવા અને જરૂરી હાજરી પુરી કર્યા બાદ પરીક્ષામાં બેસવા દેવાનો પણ નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવે તાજેતરમાં એમ.ઈડીની વિદ્યાર્થીનીની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે બંધારણમાં સમાનતાવાદી સમાજની કલ્પના કરવામાં આવી છે, જેમાં નાગરિકો તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. સમાજની સાથે સાથે રાજ્ય પણ તેમને આ માટે પરવાનગી આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે બંધારણીય બાબતોની યોજના મુજબ, કોઈને શિક્ષણનો અધિકાર અને પ્રજનન સ્વાયત્તતાના અધિકાર વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં.
મહિલા અરજદારે ડિસેમ્બર, 2021માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં બે વર્ષના એમ.ઈડી કોર્સ માટે એડમિશન કરાવ્યું હતું. ત્યારબાદ તેણે મેટરનિટી લીવ માટે યુનિવર્સિટીના ડીન અને વાઇસ ચાન્સેલરને અરજી કરી હતી. તેને 28 ફેબ્રુઆરીએ ફગાવી દેવામાં આવી હતી. યુનિવર્સિટી મેનેજમેન્ટે ક્લાસમાં ફરજિયાત હાજરીના ધોરણોને પૂર્ણ કરવાના આધારે અરજદારને મેટરનિટી લિવનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
હાઇકોર્ટે યુનિવર્સિટી મેનેજમેન્ટના ફેબ્રુઆરી 2023ના નિર્ણયને રદ કર્યો હતો અને અરજદારને 59 દિવસની મેટરનિટી લિવનો લાભ આપવા પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. સાથે જ નિર્દેશ આપ્યો કે જો આ પછી વર્ગમાં જરૂરી 80 ટકા હાજરીનું ધોરણ પૂર્ણ થાય તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે, વિવિધ ચુકાદાઓમાં એવું માનવામાં આવ્યું છે કે કાર્યસ્થળે મેટરનિટી લિવનો લાભ મેળવવો એ બંધારણની કલમ 21 હેઠળ સન્માન સાથે જીવવાના અધિકારનું અભિન્ન પાસું છે.

Total Visiters :152 Total: 1051654

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *