2000ની નોટ બદલવાના નિર્ણય સામેની વહેલી સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

નોટ બદલનારની ઓળખની ખરાઈ કર્યા વગર જ નોટો બદલીને ભ્રષ્ટાચારી અને રાષ્ટ્ર વિરોધી તત્વો ફાયદો ઉઠાવી રહ્યાના આક્ષેપ સાથે અરજી કરાઈ હતી

નવી દિલ્હી
રૂપિયા 2000ની નોટ બદલવાના રિઝર્વ બેંકના નિર્ણય વિરુદ્ધ વહેલી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ માટે અરજીકર્તાઓએ જુલાઈમાં સીજેઆઈનો સંપર્ક કરવો જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. અરજદારનું કહેવું છે કે નોટ બદલનારની ઓળખની ખરાઈ કર્યા વગર જ નોટો બદલીને ભ્રષ્ટાચારી અને રાષ્ટ્ર વિરોધી તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે.
અરજીકર્તા ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે વિશ્વમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. જ્યારે તમામ માફિયાઓ, દાણચોરો, અપહરણકર્તા અને દેશદ્રોહીઓને નોટો બદલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં રૂ.50,000 કરોડ રૂપિયાની નોટો બદલવામાં આવી છે. તેમણે કોર્ટને આ મામલો તાત્કાલિક હાથ ધરવા વિનંતી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે આ બાબતને નીતિ વિષયક નિર્ણય ગણાવી અરજી ફગાવી દીધી હતી. આ મામલે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કહ્યું હતું કે રૂ. 2,000ની નોટોએ તેમનો હેતુ પૂરો કર્યો છે અને તેમને પાછી ખેંચવાનો નિર્ણય એ નીતિ વિષયક નિર્ણય છે જેમાં અદાલતોએ દખલ ન કરવી જોઈએ.

Total Visiters :185 Total: 1491470

By Admin

Leave a Reply