રેલ દુર્ઘટનાથી ખુબજ વ્યથિત છું, દોષિતોને નહીં છોડાયઃ મોદી

Spread the love

દરેક સ્તરે તપાસની સુચના, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી


બાલાસોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી આવ્યા હતા. તેઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે અને પીડિતોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ બાલાસોરમાં કહ્યું કે, કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.
ઓડિશા પ્રશાસનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે જે પણ સંસાધનો ઉપલબ્ધ હતા, તેઓએ બચાવ કામગીરી શરૂ કરી. સંકટની આ ઘડીમાં લોકોએ રક્તદાન, બચાવ કાર્યમાં મદદ કરી. ખાસ કરીને યુવાનોએ આખી રાત મદદ કરી હતી. અહીંના નાગરિકોની મદદને કારણે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે જેથી બને તેટલી વહેલી તકે ટ્રેકને પુનઃસ્થાપિત કરી શકાય. હું આજે ઘટનાસ્થળે ગયો હતો અને હોસ્પિટલમાં ઈજ્જાગ્રસ્ત સાથે વાત કરી હતી. મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. ભગવાન એમનેને શક્તિ આપે. અમે ઘટનાઓમાંથી શીખીશું અને સિસ્ટમને ઠીક કરીશું.
પીએમ મોદી હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા અને તેમની સ્થિતિ જાણી અને મદદની ખાતરી આપી. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે વાત કરી હતી. તેમણે ઈજાગ્રસ્તો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા તેમને જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવાવી જોઈએ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ઈજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા.
ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ઘટનાની જાણકારી લીધી હતી. આ પછી, તેમણે સ્થળ પર અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી લીધી. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી હતી.
ઓડિશામાં ટ્રેનની ભયંકર દુર્ઘટનાના અનુસંધાને પીએમ નરેન્દ્ર મોદીએ એક ખાસ બેઠક પણ બોલાવી હતી. જેમાં અકસ્માતની નવીનતમ સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે શું આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોઈ શકે છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ બાદ જ આ અંગે કંઈક કહી શકાશે. રેલવે મંત્રીએ અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરશે. ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે ટીમો એકત્ર થઈ રહી છે. કમિશનર રેલ સેફ્ટીને પણ અકસ્માતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દસ લાખની સહાની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ રિલીફ ફંડમાંથી બે લાખ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખ આપવામાં આવશે.

Total Visiters :209 Total: 1041474

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *