રેલ દુર્ઘટના સંદર્ભે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

રાજ્યભરમાં કોઈ જ ઉત્સવ મનાવવામાં ન આવ્યા

બાલાસોર 

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.

આ દુર્ઘટના બાદ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલે  બાલાસોરના બહાનાગામાં થયેલ દુ:ખદ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકનો આદેશ આપ્યો છે અને તેથી 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવાર ઉત્સવ મનાવવામાં આવ્યા નહતા. આ સાથે તમને જણાવી દઈએ કે બહાનગા સ્ટેશન પાસે હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરથી આ મોટી દુર્ઘટના  સર્જાઈ હતી. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે મુસાફરોને લઈ જતી કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 કોચ પાટા પરથી ખરી પડ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોરની ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને  દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને  50,000 રૂપિયાની સહાયની આપવાની જાહેરાત કરી હતી.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અકસ્માત બાદ તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપી દીધો છે. આ તેણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે , “આ અકસ્માત કેવી રીતે થયો તે જાણવા માટે મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યો છે. આ દુર્ઘટનાના કારણ સુધી પહોંચવું  મહત્વપુર્ણ છે.”

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે શનિવારના રોજ પીએમ મોદી ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી લોન્ચિંગ કરવાના હતા. પરંતુ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું લોન્ચિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. પીએમ મોદી શનિવારના રોજ સવારે વીડિયો લિંક દ્વારા ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાના હતા. પરંતુ  દુર્ઘટના બાદ રદ આ કાર્યક્રમ રદ કરાયો છે.

Total Visiters :136 Total: 1491582

By Admin

Leave a Reply