ગુજરાત માટે પદાર્પણ કરનારા રાધાપ્રિયાએ વિમેન્સ, ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ ટાઇટલ જીત્યાં

Spread the love

રાજકોટ,

ભારતની 19મા ક્રમની ખેલાડી અને તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલી રાધાપ્રિયા ગોએલે અપેક્ષા મુજબનું જ પ્રદર્શન કરીને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે ભાવનગરની નામના જયસ્વાલને 4-1થી હરાવી હતી. જ્યારે ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીના એસએજી મલ્ટિપર્પસ ઇન્ડોર હોલ ખાતે યોજાઈ છે.

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે.
મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટને તેના જ શહેરના સોહમ ભટ્ટાચાર્ય સામે 4-3 થી વિજય હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ જ ટુર્નામેન્ટથી ગુજરાત માટે રમનારી મૂળ પશ્ચિમ બંગાળની ઓઇશિકી જોઆરદરે પણ સફળતા હાંસલ કરી હતી અને જુનિયર અંડર-19 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ હાંસલ કરવા માટે અમદાવાદની મૌબિની ચેટરજીને આસાનીથી હરાવી હતી.

પરિણામોઃ

મેન્સ ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 11-3,11-8,7-11,11-7,9-11,11-5;
3-4 સ્થાન માટેઃ જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ કરણપાલ જાડેજા 8-11,11-9,8-11,11-9,11-7
સેમિફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ કરણપાલ જાડેજા 12-10,11-9,11-6,11-7; સોહમ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ જયનિલ મહેતા 8-11,11-7,11-8,18-16,11-8

વિમેન્સ ફાઇનલઃ રાધાપ્રિયા ગોએલ જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 6-11, 11-6, 11-3, 13-11, 11-7.
3-4 સ્થાન માટેઃ ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે સામે ઇજાને કારણે ખસી ગઈ.
સેમિફાઇનલઃ નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ ફ્રેનાઝ છિપીયા 3-11,12-10,11-9,13-15,11-8,6-11,11-3; રાધાપ્રિયા ગોએલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-7,11-9,11-4,7-11,11-8

જુનિયર બોયઝ (અંડર-19) ફાઇનલઃ બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 11-6, 12-14, 11-3, 11-8, 3-11, 13-11.
3-4 સ્થાન માટેઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-4,11-9,11-1.
સેમિફાઇનલઃ અરમાન શેખ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 12-10,13-11,11-4; બુરહાનુદ્દીન માલુભાઈ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 4-11,11-9,11-7,11-5.

જુનિયર ગર્લ્સ અંડર-19 ફાઇનલઃ ઓઇશિકી જોઆરદર જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 11-9,11-13,11-4,11-8,11-6.
3-4 સ્થાન માટેઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-4,14-12,5-11,11-4.
સેમિફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 4-11,11-7,11-4,11-6; ઓઇશિકી જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-5,11-8,11-3.

જુનિયર બોયઝ અંડર-17 ફાઇનલઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-6,18-16,5-11,11-9.
સેમિફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 5-11,11-7,14-12,11-9; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-9,11-4,11-8.
3-4 સ્થાન માટેઃ આર્ય કટારિયા જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 6-11,6-11,12-10,11-4,11-7.

જુનિયર ગર્લ્સ અંડર-17 ફાઇનલઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 9-11, 11-4, 11-5, 9-11, 12-10. 3-4 સ્થાન માટેઃ અર્ની પરમાર જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9,11-9,11-5.
સેમિફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-8,8-11,11-8,12-10; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9,11-8,9-11,15-13.

Total Visiters :390 Total: 1366803

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *