ગૂફી પેન્ટલની કારકિર્દી 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરવા સાથે શરૂ થઈ હતી
મુંબઈ
મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર સુરેન્દ્ર પાલે આપ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
આજે ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા ગૂફી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. ગૂફી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગૂફી પેન્ટલ ઘણા શોમાં નજર આવ્યા હતા. જો કે તેમને મુખ્યત્વે ‘મહાભારત’માં શકુની મામાની ભૂમિકાથી ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગત શોકમાં છે.
ગૂફી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તે 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર મળતા જ તેના પરિવારને મળવા તેના નજીકના સંબંધીઓ પહોંચી રહ્યા છે.
બીઆર ચોપરાની પ્રખ્યાત ઐતિહાસિક સિરિયલ ‘મહાભારત’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સિરિયલના દરેક પાત્ર ચાહકોના દિલમાં ખૂબ જ મહત્વની જગ્યા બનાવી લીધી હતી. આ કલાકારોમાં ગૂફી પેન્ટલનું નામ પણ સામેલ છે. આ સિરિયલમાં ગૂફી પેન્ટલે શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આજે પણ જ્યારે પણ શકુની મામાના અભિનયની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં ગૂફી પેન્ટલનું નામ આવે છે. આ અભિનેતા હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગૂફી પેન્ટલની કારકિર્દી 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરીને શરુ કરી હતી. તેમણે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા એન્જિનિયર હતા.