મણિપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં બીએસએફનો જવાન શહીદ

Spread the love

કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે તપાસ અભિયાન દરમિયાન શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ, અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત

ઈમ્ફાલ

મણિપુરમાં છેલ્લા એક મહિનાથી હિંસાની સ્થિતિ યથાવત્ છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)નો એક જવાન અને અસમ રાઈફલ્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

કાકચિંગ જિલ્લાના સેરૌમાં ગત રાત્રે તપાસ અભિયાન દરમિયાન શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટનામાં બીએસએફ જવાન રણજીત યાદવ શહિદ થયા હતા. સંરક્ષણ સૂત્રઓએ જણાવ્યું કે, અસમ રાઈફલ્સના ઈજાગ્રસ્ત જાવનોને ઈમઅફાલના મંત્રીપુખરી લઈ જવાયા છે. પ્રારંભિક તપાસ દરમિયાન સેરૌમાંથી બે એકે રાઈફલ, એક 51 મિમી મોર્ટાર, બે કાર્બાઈડ, મોટી સંખ્યામાં શસ્ત્રો અને દારૂગોળો તેમજ યુદ્ધનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, અસમ રાઈફલ્સ, બીએસએફ અને મણિપુલ પોલીસ દ્વારા સુગનુ અને સેરોઉ વિસ્તારમાં વ્યાપક અભિયાન ચલાવાયું. આ દરમિયાન સુરક્ષા દળના જવાનો અને વિદ્રોહિઓ વચ્ચે આખી રાત ફાયરિંગ થતું રહ્યું. BSFના જવાનોએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ અપાયો.

એક સંરક્ષણ નિવેદનમાં જણાવાયું છે કે, છેલ્લા 48 કલાકમાં સુગનુ અને સેરોમાં હિંસા, આગ અને ફાયરિંગની ઘણી ઘટનાનો થઈ હોવાના કારણે વધુ સૈનિકોના બંદોબસ્તની જરૂર છે. હિંસાને રોકવા માટે સૈનિકોને કામ સોંપવામાં આવ્યું હતું.

સોમવારે મણિપુરમાં જાતીય ઘર્ષણ શરૂ થવા છતાં સુગનૂમાં તુલનાત્મકરૂપે શાંતિપૂર્ણ સ્થિતિ હતી. જોકે 2 જુને હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય કે.રંજીતના મકાનની સાથે સાથે ઘણા મકાનોમાં આગ લગાવી દીધી. સેરૌમાં તમામ ઘરો સંપૂર્ણ રીતે સળગી ગયા છે અને લોકોએ સુગનુમાં આશ્રય લઈ રહ્યા છે. ઘરો પર આગ લાગવાની ઘટના બાદ લોકોએ કુકી ઉગ્રવાદી સમુહની શિબિર પર હુમલો શરૂ કરી દીધો છે.

મણિપુરમાં એક મહિના પહેલા શરૂ થયેલી જાતીય હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોના મોત થયા છે અને 310 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં 272 રાહત શિબિરોમાં કુલ 37 હજાર 450 લોકો આશ્રય લઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચનું આયોજન કરાયું હતું… ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી. મણિપુરમાં 53 ટકા મેઇટીસની વલ્તી છે અને તેઓ મુખ્યત્વે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસીઓ – નગાઓ અને કુકીઓની વસ્તી 40 ટકા જેટલી છે અને તેઓ પહાડી જિલ્લાઓમાં રહે છે. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 10 હજાર આર્મી અને આસામ રાઈફલ્સના જવાનોને તૈનાત કરાયા છે.

Total Visiters :96 Total: 1045267

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *