રાજ્યના આપના કેટલાક નેતા કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક વખત મોટો ઝટકો લાગી શકે છે

અમદાવાદ

દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આપમાં ભંગાણ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા છે. ગુજરાત આપના કેટલાક આગેવાનો કાર્યકરો સાથે કેસરિયો ધારણ કરશે. જો કે હજુ નામોની સત્તાવાર જાહેરાત થઈ નથી.

ગુજરાતમાં આપમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક વખત મોટો ઝટકો લાગી શકે છે.  સુત્રોમાંથી મળતી અહેવાલ અનુસાર આપપાર્ટીના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરી શકે છે. આપના કેટલાક કાર્યકરો અને આગેવાનો લોકસભાની ચૂંટણી પહેલા જ કેસરિયા રંગમાં રંગાઈ શકે છે. જો કે હજૂ સુધી આ નામોની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમ યોજાશે. 

ગુજરાતમાં ગત વર્ષના અંતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે રસાકસી રહેશે તેવુ કહેવામાં આવી રહ્યું હતું. જો કે માહોલ અને પરિણામ વચ્ચે ઘણો ફર્ક જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આપના સંગઠન નબડું સાબિત થઈ રહ્યું છે. હવે ફરીથી આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજનાર છે ત્યારે ગુજરાતમાં આપને મોટો ઝટકો લાગ્યો છે. 

Total Visiters :132 Total: 1491615

By Admin

Leave a Reply