નબળા કન્ટેન્ટને લીધે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાય છે

Spread the love

દર્શકો હંમેશા આકર્ષક અને સારી રીતે તૈયાર કરેલી સ્ટોરીની શોધમાં હોય છે, ખરાબ સ્ટોરીલાઈન અને અયોગ્ય કલાકારો દર્શકોને આ ફિલ્મોથી દૂર રાખે છે


મુંબઈ
છેલ્લા કેટલાક વર્ષો બોલીવૂડ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પઠાણ, ભૂલ ભુલૈયા-2, દૃષ્ટિમ અને ધ કેરલા સ્ટોરી જેવી મુઠ્ઠીભર ફિલ્મોને બાદ કરતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન સારું નથી રહ્યું. બોલીવૂડનું વારંવાર બોક્સ ઓફિસ પર ફેલ થવાનું કારણ શું છે ? શા માટે હિન્દી ફિલ્મોનું કલેક્શન ઓછું થાય છે? આ બધા પ્રશ્નોના ઉત્તર એઆઈ ચેટજીપીટીએ આપ્યો છે.
ચેટજીપીટી અનુસાર બોલીવૂડ ફિલ્મોની નિષ્ફળતાનું પહેલું અને મુખ્ય કારણ તેમનું નબળું કન્ટેન્ટ છે. ચેટજીપીટીનું માનવું છે કે દર્શકો હંમેશા આકર્ષક અને સારી રીતે તૈયાર કરેલી સ્ટોરીની શોધમાં હોય છે. પરંતુ ખરાબ સ્ટોરીલાઈન અને અયોગ્ય કલાકારો દર્શકોને આ ફિલ્મોથી દૂર રાખે છે.
ચેટજીપીટી મુજબ જો કોઈ ફિલ્મ તેની ટાર્ગેટ ઓડિયન્સ સાથે કનેક્ટ કરવામાં અસફળ રહે છે, તો આનું પરિણામ બોક્સ ઓફિસ પર દેખાય છે. દર્શકોને પ્રાથમિકતામાં રાખીને નિર્માતાઓએ તેમની પસંદ અને અપેક્ષા અનુસાર ફિલ્મો બનાવવી જોઈએ. દર્શકો સાથે ઈમોશનલ કનેક્ટ જરૂરી છે.
બોલીવૂડમાં દર વર્ષે મોટી સંખ્યામાં ફિલ્મો રિલીઝ થાય છે. એક જ રિલીઝ ડેટ પર ફિલ્મો વચ્ચેની અથડામણ બોક્સ ઓફિસના કલેક્શનને અસર કરે છે. ચેટજીપીટી પ્રમાણે મોટા બજેટની ફિલ્મોની સાથે રિલીઝ થનારી નાના બજેટની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં આ ફિલ્મો કલેક્શન કરી શકતી નથી.
ચેટજીપીટીએ જણાવ્યું કે માર્કેટિંગ અને પ્રમોશન ફિલ્મ વિશે જાગૃતિ વધારવા અને બઝ પેદા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કોઈ ફિલ્મનું માર્કેટિંગ ઝુંબેશ દર્શકોમાં જરૂરી ઉત્સાહ પેદા કરવામાં નિષ્ફળ જાય તો તેની ફિલ્મ પર ખરાબ અસર પડે છે. તેથી તેનું પરિણામ કમાણી પર દેખાવાનું શરૂ થાય છે.
ઘણી વખત કોઈ તહેવાર કે રજાના દિવસોને બદલે સામાન્ય દિવસોમાં ફિલ્મો રિલીઝ કરવાથી પણ ફિલ્મને નુકસાન થાય છે. ચેટજીપીટી અનુસાર આ બધા સિવાય ફિલ્મને લઈને કોઈપણ સામાજિક અથવા રાજકીય વિવાદ અને નેગેટિવ વર્ડ ઓફ માઉથ પણ ફિલ્મને ફ્લોપ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Total Visiters :178 Total: 1045527

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *