આગામી 24 કલાકમાં દ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

Spread the love

વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ, તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયું
નવી દિલ્હી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 830 કિ.મી દુર છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાને લીધે હવાની દિશા સતત બદલાઈ રહી છે. 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જણાય. જો કે બે દિવસ બાદ ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. 2 દિવસ બાદ 30થી 40 કિ.મીની ગતિથી પવન ફુંકાશે. વાવાઝોડા મુદ્દે સ્પષ્ટતા કરતા હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા નહિવત છે.
ચાલુ વર્ષે અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ છે. જે બાદ રાજ્યમાં ખેડૂતો સહિત તમામ લોકોની નજર ગુજરાતમાં એન્ટ્રી પર છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતના અનુસાર કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.
બિપરજોય વાવાઝોડાને લઈ તેમણે કહ્યું, 9 જૂનથી વાવાઝોડું ફંટાશે પણ આંધી આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.
હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 9મી જૂને દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભિવાની, ચરખી દાદરી, ફારુખનગર, કોસલી, સોહાના, રેવાડીની આસપાસના વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવોથી મધ્યમ વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, અલવર, હનુમાનગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બિકાનેર, કોટા, ઉદયપુર, શેખાવતી પ્રદેશ, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવો વરસાદ અને 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, આંદામાન-નિકોબાર, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીનો અંદાજ છે.

Total Visiters :164 Total: 1045492

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *