પાક.માં હિંન્દુ યુવતીનું અપહરણ, ધર્માંતરણ કરાવી લગ્ન કરાવાયા

ત્રણ હથિયારી યુવકો યુવતીના ઘરમાં ઘૂસ્યા, તેમણે દાગીના લૂંટી લીધા હતા અને એ પછી સુહાના નામની યુવતીનું અપહરણ કર્યું
નવી દિલ્હી
માનવઅધિકારના હિમાયતીઓ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારની વાત આવે ત્યારે આંખો બંધ કરી લેતા હોય છે અને મૌન સાધી લેતા હોય છે.
પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતી કટ્ટરવાદનો શિકાર બની છે. તેનુ અપહરણ કર્યા બાદ બળજબરથી ધર્માંતરણ કરાયુ છે અને તેના લગ્ન્ કરાવી દેવાયા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતી સુહાનાનુ અપહરણ કરાયુ હતુ અને એ પછી તેનુ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યુ હતુ. યુવતીના પિતા દિલીપ કુમારે કહ્યુ હતુ કે, ત્રણ હથિયારી યુવકો અમારા ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે અમારા દાગીના લૂંટી લીધા હતા અને એ પછી સુહાનાનુ અપહરણ કરી લીધુ હતુ.
તેમનુ કહેવુ છે કે પોલીસમાં મેં ફરિયાદ તો કરી છે પણ દીકરી પાછી મેળવવાની કોઈ આશા નથી. કારણકે પોલીસ કહી રહી છે કે સુહાનાએ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કર્યુ છે.

Total Visiters :175 Total: 1491191

By Admin

Leave a Reply