ભારતે મેચ જીતવા 121 વર્ષ જૂના રન ચેઝના રેકોર્ડને આંબવો પડશે

Spread the love

1902માં લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું


સિડની
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી હતી. માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવી અણનમ છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે.
ભારતીય ટીમને આ મેચ જીતવી હશે તો તેણે 121 વર્ષ જૂનો રેકોર્ડ તોડવો પડશે. લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો. આ ટાર્ગેટ પણ આજથી 121 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1902માં ચેઝ થયો હતો. તે સમયે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું.
વર્ષ 1902થી લઈને આજ સુધી આ રેકોર્ડ ઓવલના આ મેદાન પર યથાવત છે. જો આ વખતે ભારતીય ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવો હશે તો આ રેકોર્ડ તોડવો પડશે. જો કે 121 વર્ષ લાંબો સમય છે. આ દરમિયાન પિચમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જો વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા, અજિંક્ય રહાણે જેવા બેટ્સમેન આ ઇનિંગમાં સારું પ્રદર્શન કરે છે તો આ રેકોર્ડ તૂટી પણ શકે છે.
ઓવલના મેદાન પર ચેઝ થયેલા સૌથી મોટા ટાર્ગેટ
263/9 – ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટથી હરાવ્યું – 11 ઓગસ્ટ 1902
255/2 – વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું – 22 ઓગસ્ટ 1963
242/5 – ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું – 10 ઓગસ્ટ 1972
226/2 – વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું – 4 ઓગસ્ટ 1988

Total Visiters :141 Total: 1011338

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *