અમદાવાદમાં 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનનો જંગ

Spread the love

5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની પહેલી મેચ 2019ની ફાઈનલિસ્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે


નવી દિલ્હી
વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારત દેશમાં થશે અને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. બીસીસીઆઈએ આ વનડે વર્લ્ડ કપ માટે શેડ્યૂલ ડ્રાફ્ટ પણ કરી દીધું છે. જે પ્રમાણે 5 ઓક્ટોબરના દિવસે ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. 2019ની ફાઈનલિસ્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની ઓપનર મેચ રમશે. જોકે એના ત્રણ દિવસ પછી ચેન્નઈમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વિગતો ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ પરથી લેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ 15 ઓક્ટોબરના દિવસે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં એક લાખ 32 હજાર દર્શકો મેચ જોવા હાજર રહી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સૌથી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. T20 વર્લ્ડ કપ 2022માં જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શકોથી ઉભરાઈ ગયું હતું. અહીં લગભગ એક લાખ લોકોને બેસવાની ક્ષમતા છે. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો ઈન્ડિયન ટીમ 9 મેદાનમાં રમત રમશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પરંતુ બીસીસીઆઈએ ડ્રાફ્ટ શેડ્યૂલને આઈસીસી સાથે શેર કરી દીધું છે. આને હવે જે ટીમો ભાગ લેવા જઈ રહી છે તેની પાસે મોકલાશે અને તેઓ આને રિવ્યૂ કરશે. ત્યારપછી આગામી સપ્તાહ સુધીના અંતમાં સત્તાવાર શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રાફ્ટમાં સેમિફાઈનલ કયા મેદાનમાં રમાશે એની જાણકારી આપવામાં આવી નથી. જે 15 અને 16 નવેમ્બરના રોજ રમાવાની સંભાવના છે. જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરના દિવસે અમદાવાદમાં રમાય એવું આયોજન કરાયું છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ પણ અમદાવાદમાં રમાશે એવી માહિતી મળી રહી છે.

ઈન્ડિયન ટીમનું ડ્રાફ્ટ થયેલું શેડ્યૂલ

 1. ભારત vs ઓસ્ટ્રેલિયાઃ 8 ઓક્ટોબર, ચેન્નઈ
 2. ભારત vs અફઘાનિસ્તાનઃ 11 ઓક્ટોબર, દિલ્હી
 3. ભારત vs પાકિસ્તાનઃ 15 ઓક્ટોબર, અમદાવાદ
 4. ભારત vs બાંગ્લાદેશઃ 19 ઓક્ટોબર, પુણે
 5. ભારત vs ન્યૂઝીલેન્ડઃ 22 ઓક્ટોબર, ધર્મશાલા
 6. ભારત vs ઇંગ્લેન્ડઃ 29 ઓક્ટોબર, લખનઉ
 7. ભારત vs ક્વોલિફાયર ટીમ, 2 નવેમ્બર, મુંબઈ
 8. ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
 9. ભારત vs ક્વોલિફાયર ટીમ, 11 નવેમ્બર, બેંગલુરૂ
  અન્ય હાઈવેલ્ટેજ મેચની વાત કરીએ તો 29 ઓક્ટોબરે ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. જ્યારે 4 નવેમ્બરે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જ્યારે 1 નવેમ્બરે પુણેમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે.
Total Visiters :161 Total: 1045471

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *