અન્ય કોઈ ક્રિકેટર સાથે અશ્વિન જેવો વ્યવહાર કરાયો નથીઃ ગાવસ્કર

ઑસ્ટ્રેલિયન ટીમમાં પાંચ ડાબા હાથના બેટ્સમેન હતા, બધા જાણે છે કે અશ્વિન ડાબા હાથના બેટ્સમેનોને ઝડપથી આઉટ શકે છે


મુંબઈ
ડબલ્યુટીસીની ફાઈનલમાં વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજો તેને આ ઓવલમાં ભારતની હારનું કારણ માને છે. અશ્વિનને ફાઇનલમાં બહાર રાખવાના નિર્ણયને ભારત અને ઓસ્ટ્રેલિયાના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ ખોટો ગણાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ભારતમાં અન્ય કોઈ ઉચ્ચ શ્રેણીના ક્રિકેટર સાથે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન જેવો વ્યવહાર કરવામાં આવ્યો નથી.
સુનીલ ગાવસ્કરે તેમની કોલમમાં લખ્યું હતું કે, આધુનિક યુગમાં અન્ય કોઈ પણ ઉચ્ચ શ્રેણીના ભારતીય ક્રિકેટર સાથે અશ્વિન જેવો વ્યવહાર કરવામાં આવ્યો નથી. ભારતે ટેસ્ટ ક્રિકેટ જગતના નંબર વન બોલરને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન આપ્યું હતું, જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમમાં પાંચ ડાબા હાથના બેટ્સમેન હતા અને તેઓએ ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ટ્રેવિસ હેડની સદી અને બીજી ઈનિંગમાં એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્કની ઈનિંગ્સ. બધા જાણે છે કે અશ્વિન ડાબા હાથના બેટ્સમેનોને ઝડપથી આઉટ શકે છે.
તેમણે આગળ લખ્યું, “જો અશ્વિન ટીમમાં હોત, તો કોણ જાણે શું થઈ શક્યું હોત. તે બેટથી પણ યોગદાન આપી શક્યો હોત. જો આઈસીસી રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન ટીમમાં હોત અને તેને ફક્ત એટલા માટે પડતો મૂકવામાં આવ્યો હતો કે શું તેણે પહેલા ગ્રીન ટોપ વિકેટ અથવા સ્પિનર-ફ્રેન્ડલી વિકેટ પર રન નથી બનાવ્યા? હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આવું ન થયું હોત.
અશ્વિને તેના ટેસ્ટ કરિયરની 92 મેચોમાં 474 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 32 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ આંકડાઓને અવગણીને અશ્વિનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યું ન હતો. આ પહેલા ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન પણ અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

Total Visiters :218 Total: 1491581

By Admin

Leave a Reply