આધાર-પાન કાર્ડ 30 જૂન સુધીમાં લિન્ક કરવા આઈટીનું એલર્ટ

Spread the love

ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દરેક નાગરિક, જેને 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી


નવી દિલ્હી
ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય છે. પાન કાર્ડનો ઉપયોગ દરેક નાણાકીય વ્યવહારને પૂરા કરવા માટે કરવામાં આવે છે. ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા અને પ્રોપર્ટી ખરીદવામાં તમામ કાર્યો માટે પાન કાર્ડની જરૂર પડે છે.
જો તમે પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તેને 30 જૂન સુધી કરી લો નહીંતર તે બાદ તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સંબંધમાં ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. પાન કાર્ડ ધારક 30 જૂન 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે.
ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દેશના દરેક નાગરિક જેણે 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યુ છે અને તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી છે. પાન અને આધાર લિંકિંગની ડેડલાઈન 30 જૂન 2023એ પૂર્ણ થવાની છે. અગાઉ આ ડેડલાઈન 31 માર્ચ 2023 નક્કી કરવામાં આવી હતી.
જોકે બાદમાં નાણા મંત્રાલયે 28 માર્ચે એક પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપી હતી કે ટેક્સપેયર્સની સુવિધાને જોતા પાન આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારીને 30 જૂન કરી દેવાઈ છે. જો તમે આ તારીખ ચૂકી જાવ તો પછી આ કામ માટે તમારે 1000 રૂપિયા પેનલ્ટી આપવી પડશે. જો 30 જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવાયુ નહીં તો તમારુ પાન ઈનવેલિડ પણ થઈ જશે.
જો 30 જૂન સુધી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારુ પાન કાર્ડ ઈનવેલિડ થઈ જશે અને તમારે ભારે આર્થિક નુકસાન વેઠવુ પડશે. પાન કાર્ડ વિના તમે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકશો નહીં. જો તમે શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો ત્યાં પણ મુશ્કેલી વેઠવી પડશે. આ સિવાય પાન કાર્ડ ઈનવેલિડ થવાની સ્થિતિમાં વ્યક્તિને ટેક્સ બેનિફિટ અને ક્રેડિટ જેવા લાભ પણ નહીં મળે અને બેન્ક લોન પણ લઈ શકશો નહીં.
પાનને આધાર સાથે કેવી રીતે લિંક કરશો
પાનને આધાર સાથે લિંક કરાવવા માટે પહેલા નક્કી ફી 30 જૂન 2022 સુધી 500 રૂપિયા હતી પરંતુ 1 જુલાઈ 2022થી 30 જૂન 2023 સુધી ચલણ તરીકે 1000 રૂપિયા કરી દેવાઈ છે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આધાર-પાન લિંકેજ અરજી જમા કર્યા પહેલા આપવી પડશે.

  • પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવા માટે ઈનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incomeટીax.gov.in પર વિજિટ કરો.
  • લોગ ઈન ડિટેલ્સને ભરો. જે બાદ Quick સેક્શનમાં જાવ અને ત્યાં પોતાનું પાન, આધાર નંબર અને મોબાઈલ નંબર નોંધો.
  • પછી I validaટીe my Aadhaar deટીails નું ઓપ્શન પસંદ કરો.
  • જે બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને નોંધો.
  • છેલ્લે 1,000 રૂપિયાની પેનલ્ટી આપીને તમે પાન અને આધારને લિંક કરો.
    પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રોસેસ વિશે લોકો દ્વારા ઘણી વખત પૂછાતા પ્રશ્નોના સમાધાન માટે ઈનકમ ટેક્સ વિભાગે આ લિંક આપી છે. hટીટીps://incomeટીax.gov.in/iec/foporટીal/help/e-filing-link-aadhaar-faq જેની વિઝિટ કરીને તમે અન્ય જરૂરી જાણકારી મેળવી શકો છો.
Total Visiters :225 Total: 1469500

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *