બાઈડન સામે ટ્રાન્સજેન્ડર ટોપલેસ થઈ, વીડિયો પોસ્ટ કર્યો

Spread the love

એક વીડિયોમાં રોઝ મોંટોયાને રાષ્ટ્રપતિ તેમજ ફર્સ્ટ લેડી સાથે મળતી હોવાનું દેખાય છે અને તે પછી તે તરત ટોપલેસ થઈ જાય છે


વોશિંગ્ટન
અમેરિકન રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસમાં હાલમાં પ્રાઈડ મંથ સેલિબ્રેશન ચાલી રહ્યુ છે અને તે દરમિયાન એક ટ્રાન્સજેન્ડર રોઝ મોંટોયા ટોપલેસ થઈ ગઈ હતી. તેણે પોતાનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.
વધારે હેરાન કરનારી વાત એ છે કે, આ ઘટના બની ત્યારે રાષ્ટ્રપતિ જો બાઈડન પણ હાજર હતા અને તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. એક વિડિયોમાં રોઝ મોંટોયાને રાષ્ટ્રપતિ તેમજ ફર્સ્ટ લેડી સાથે મળતી હોવાનુ દેખાય છે અને તે પછી તે તરત ટોપલેસ થઈ જાય છે અને શરમજનક હરકતો કરવા માંડે છે અને ડાન્સના કેટલાક સ્ટેપ પણ દર્શાવે છે.
રોઝાએ કેમેરા સામે કહ્યુ હતુ કે, ટ્રાન્સજેન્ડરના અધિકાર પણ માનવાધિકારીમાં સામેલ છે.
જોકે તેની આ હરકતથી રૂઢિચુસ્ત લોકોને વ્હાઈટ હાઉસ પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. આ પ્રકારની હરકત યોગ્ય છે કે નહીં તેના પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
વ્હાઈટ હાઉસની લોનમાં ટ્રાન્સજેન્ડર લોકોના સમર્થનમાં બાઈડને એક પ્રાઈડ મંથ ઉત્સવનુ આયોજન કર્યુ હતુ અને તેમાં ટ્રાન્સજેન્ડરે કરેલી હરકત બાદ બાઈડનની પણ રૂઢિવાદી લોકો ટીકા કરી રહ્યા છે.

Total Visiters :172 Total: 1384472

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *