મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1,040 હથિયારો મળી આવ્યા
ઈમ્ફાલ
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દોઢ મહિના પછી પણ પરિસ્થિતિ સુધરી રહી નથી. રાજ્યમાં રાજધાની ઈમ્ફાલમાં મંગળવારે મોડી રાત્રે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન જબરદસ્ત ગોળીબાર થયાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન ગોળી વાગવાથી 9 લોકોના મોત થયા હતા. આ સિવાય 10 લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. પીડિતોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એસપીના શિવકાંત સિંહે જણાવ્યું કે રાજધાની ઈમ્ફાલમાં ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે ગોળીબાર થયો હતો. લાંબા સમય સુધી ગોળીબારની ઘટનામાં નવ લોકોના મોત થયા છે. આ સાથે 10 લોકો ઘાયલ પણ થયા છે.
અગાઉ, મણિપુરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના ભાગરૂપે 1,040 હથિયારો મળી આવ્યા હતા. આ હથિયારો ભૂતકાળમાં અલગ-અલગ જગ્યાએથી બદમાશો દ્વારા લૂંટવામાં આવ્યા હતા.