નાના ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી મદદ મળશે, પહેલા 1000 સબસ્ક્રાઈબર્સ ને 4000 વોચ અવર્સનો નિયમ હતો
નવી દિલ્હી
યુટ્યૂબ એ તાજેતરમાં જ પોતાના યુટ્યૂબ મોનેટાઈઝેશન ક્રાઈટેરિયામાં ફેરફાર કર્યો છે. તેનાથી નાના ક્રિએટર્સને પૈસા કમાવવામાં ઘણી મદદ મળશે. વાયપીપીમાં સામેલ થવા માટે પહેલાથી જ નિર્ધારિત માપદંડ બદલવામાં આવ્યા છે. અગાઉ યુટ્યૂબને મોનેટાઈઝ કરવા માટે ક્રિએટર્સ પાસે 1,000 સબ્સ્ક્રાઈબર્સ અને 4,000 વોચ અવર્સ હોવા જરૂરી હતા. યુટ્યૂબ પોતાના યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ (વાયપીપી) હેઠળ મોનેટાઈઝેશન પોલીસીમાં લોકોને થોડી છૂટ આપી રહ્યું છે.
આ છે નવી પોલિસી
– 500 સબ્સક્રાઈબર
– 3,000 વોચ અવર્સ
તમને જણાવી દઈએ કે, કંપની દ્વારા આ નવી પોલિસી માત્ર કેટલાક દેશોમાં જ લાગુ કરવામાં આવી રહી છે. આ નિયમ હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, તાઈવાન અને દક્ષિણ કોરિયામાં લાગુ કરવામાં આવી રહ્યો છે. વાયપીપી પાત્રતામાં ફેરફારો ઉપરાંત યુટ્યૂબ એ ક્રિએટર્સ માટે કમાણી કરવાની નવી સુવિધા રજૂ કરી છે. હવે નાના ક્રિએટર્સ માટે પેઈડ ચેટ, ટિપિંગ, ચેનલ મેમ્બરશિપ અને શોપિંગ ફીચર ઉપલબ્ધ છે.
કંપનીના જૂના નિયમ પ્રમાણે યુટ્યૂબ શોર્ટ્સ દ્વારા ચેનલ મેનિટાઈઝ કરાવા માટે 10 મિલિયન વ્યૂઝની જરૂર હતી. આ સાથે, 1,000 સબ્સ્ક્રાઈબર્સની જરૂર હતી. કંપનીએ તેને બદલીને 3 મિલિયન વ્યૂઝ કરી દીધા છે. અને 500 સબ્સ્ક્રાઈબર્સ કરી દીધા છે.
જો તમે ઘરે બેઠા તમારા સ્માર્ટ ટીવી પર યુટ્યુબનો આનંદ માણો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. યુટ્યૂબએ તેના ટીવી સબસ્ક્રિપ્શનની કિંમત વધારવાનું એલાન કર્યું છે. યુટ્યૂબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સતત વધતા કન્ટેન્ટની કિંમતને કારણે સબસ્ક્રિપ્શનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ યુઝર્સને ટીવી પર યુટ્યુબ જોવા માટે દર મહિને 64.99 ડોલરના બદલે દર મહિને 72.99 ડોલર ચૂકવવા પડશે. નવા સભ્યો માટે નવી કિંમતો 16 માર્ચથી શરૂ થઈ ગઈ છે. જ્યારે વર્તમાન સભ્યો માટે કિંમતમાં ફેરફાર 18 એપ્રિલથી શરૂ થશે. વધુમાં, કંપનીએ કહ્યું કે તેઓ તેમના 4કે પ્લસ એડ-ઓનની કિંમત પ્રતિ માસ 19.99 ડોલર પ્રતિ માસ ઘટાડીને 9.99 ડોલર પ્રતિ માસ કરી રહ્યા છે.