કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો
મેનિટોબા
કેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોતને ભેટનારા મોટા ભાગના સિનિયર સિટિઝન્સ છે.
મળતી વિગતો પ્રમાણે એક મિનિ બસને ટ્રકે ટક્કર મારતા આ ભીષણ અકસ્માત થયો હતો. આ બસમાં સવાર તમામ લોકો એક કેસિનોમાં જઈ રહ્યા છે. કેનેડામાં તાજેતરમાં સર્જાયેલા સૌથી મોટા અકસ્માતો પૈકીના આ અકસ્માતથી દેશમાં શોકની લહેર ફેલાયેલી છે.
પોલીસનુ કહેવુ છે કે, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 લોકોના મોત થયા છે. બસમાં કુલ 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ અકસ્માતને લઈને દુખ વ્યક્ત કર્યુ છે. તેમનુ કહેવુ હતુ કે, જેમણે પોતાના સ્વજનોને આ અકસ્માતમાં ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે.