ફિમેલ નામ ધરાવતા વાવાઝોડા વિનાશક હોવાનું અભ્યાસનું તારણ

Spread the love

એક્સપર્ટનું કહેવું છે કે મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડા એટલા માટે ખતરનાક હોય છે કારણ કે લોકો તેને નબળા માની લે છે


નવી દિલ્હી
મહિલાઓને ઘણા લોકો હળવાશમાં લેતા હોય છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે કોઈ ચક્રવાતી વાવાઝોડાને ફિમેલ નામ આપવામાં આવ્યું હોય ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ તેમ ઈતિહાસ કહે છે. વર્ષો અગાઉ લોકો ચક્રવાતી વાવાઝોડાને માત્ર વાવાઝોડા તરીકે ઓળખતા હતા. પરંતુ ત્યાર પછી દરેક સાઈક્લોન અથવા વાવાઝોડાને નામ આપવાનું શરૂ થયું જેમાં કેટલાક નામ પુરુષો જેવા હતા જ્યારે કેટલાક વાવાઝોડાને મહિલા જેવા નામ અપાયા હતા. અત્યાર સુધીના અભ્યાસમાં સાબિત થયું છે કે ફિમેલ નામ ધરાવતા વાવાઝોડા વધારે વિનાશક હોય છે.
એક્સપર્ટનું કહેવું છે કે મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડા એટલા માટે ખતરનાક હોય છે કારણ કે લોકો તેને નબળા માની બેસે છે. તેથી તેઓ આવા વાવાઝોડા માટે અપૂરતી તૈયારી કરે છે અને ગંભીરતાથી લેતા નથી. પરિણામે વાવાઝોડું વિનાશ વેરે ત્યારે વધારે ખતરનાક સાબિત થાય છે.
નેશનલ એકેડેમી ઓફ સાયન્સના અભ્યાસ પ્રમાણે જે વાવાઝોડાને મહિલાઓનું નામ અપાયું હોય તે વધારે લોકોના મોતનું કારણ બને છે. આ અભ્યાસમાં 1950થી 2012 સુધી આવેલા દરેક વાવાઝોડામાં કેટલા લોકોના મોત નિપજ્યા તેના આંકડા જોવામાં આવ્યા હતા.
અભ્યાસ મુજબ 62 વર્ષના ગાળામાં મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડામાં 42 ટકા લોકોના મોત નિપજ્યા હતા જ્યારે પુરુષોના નામ ધરાવતા વાવાઝોડામાં 15.15 ટકા મોત થયા હતા. મહિલાઓના નામને લોકો સિરિયસલી લેતા ન હોવાથી તેઓ વાવાઝોડામાં ઓછી તૈયારી કરે છે અને નુકસાન ભોગવે છે. ઉદાહરણ તરીકે હરિકેન ‘પિસ્કિલા’ને લોકોએ ગંભીરતાથી લીધું ન હતું પરંતુ ‘બ્રુનો’ નામના હરિકેન વખતે લોકો બહુ સાવધાન હતા.
એક્સપર્ટે મેલ અને ફિમેલ નામ ધરરાવતા 5-5 વાવાઝોડાની સમીક્ષા કરી હતી. તેમાં જોવા મળ્યું કે પુરુષોના 1979 સુધી તમામ ચક્રવાતી વાવાઝોડાને મહિલાઓનું નામ અપાયું હતું. 1979થી વાવાઝોડાઓને પુરુષોના નામ પણ આપવાનું શરૂ થયું. ત્યાર પછી ચક્રવાતી સાઈક્લોનને વારાફરતી સ્ત્રી અને પુરુષોના નામ અપાયા હતા.
વાવાઝોડાને નામ આપવાની પદ્ધતિ પણ બદલાતી રહે છે. સામાન્ય રીતે આલ્ફાબેટ પ્રમાણે નામ અપાય છે. એટલે કે વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામ એ થી શરૂ થાય છે. ત્યાર પછી વાવાઝોડાનું નામ બીથી શરૂ થતું હોય છે. તાજેતરના વર્ષોમાં જે સાઈક્લોન અથવા વાવાઝોડા આવ્યા તેમાં 2005માં હરિકેન કેટરિનાનું નામ જાણીતું છે જેમાં 1833 લોકોના નજીવ ગયા હતા અને અમેરિકાને 161 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ ઉપરાંત કેમિલી નામના વાવાઝોડામાં 256ના મોત થયા હતા. 2017માં અમેરિકામાં હરિકેન મારિયાએ તરખાટ મચાવ્યો હતો.

Total Visiters :189 Total: 1344319

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *