મુંબઈ
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝે આ શુક્રવારે સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 3,42,129 કરોડ (રૂ. 3,41,918 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 211 કરોડ ફ્યુચરમાં)નું ટર્નઓવર નોંધાવ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહે રૂ. 1,72,960 કરોડનું એક્સપાયરી ટર્નઓવર નોંધાયું હતું.
આજે 11.62 લાખ ટ્રેડ્સ દ્વારા કુલ 54.07 લાખ કોન્ટ્રાક્ટના સોદા થયા હતા. કુલ ઓપન ઈન્ટરેસ્ટ એક્સપાયરી પહેલા રૂ. 20,980 કરોડના મૂલ્ય સાથે 3.31 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.
રિલોન્ચ થયા પછીથી ઓપન ઈન્ટરેસ્ટમાં છેલ્લા એક મહિનામાં સતત વૃદ્ધિ જોવા મળી છે અને વધી રહેલા બજારના સહભાગીઓમાં રસ જગાડ્યો છે.
Total Visiters :722 Total: 1362260