કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડે તો રાજસ્થાન-મધ્યપ્રદેશ છોડી દેવા આપની ઓફર

આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિરોધ પક્ષ સાથે બઠકો કરી રહ્યાં છે


નવી દિલ્હી
લોકસભા ચૂંટણી 2024ની પાર્શ્વભૂમી પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધી પક્ષની એકતા બાબતે મોટું નિવેદન કરવામાં આવ્યું છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામા વિરોધી પક્ષ સાથે નહીં આવે તો આવનારા સમયમાં દેશમાં ચૂંટણી થશે જ નહીં. સૌરભ ભારદ્વાજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણી અંગે કોંગ્રેસને સલાહ આપી હતી. ભારદ્વાજે કહ્યું કે દિલ્હીની 2015 અને 2020ની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક પર જીતી શકી નહતી. જો કોંગ્રેસ દિલ્હી અને પંજાબમાં ચૂંટણી નહીં લડે એમ કહેશે તો અમે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂટણી નહીં લડિએ એવી ખાતરી આપીએ છીએ.
આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિરોધ પક્ષ સાથે બઠકો કરી રહ્યાં છે. રાજ્યસભામાં વટહૂકમના વિરોધમાં એક થવાની અપીલ કેજરીવાલ વારંવાર કરી રહ્યાં છે. તો બીજી બાજુ આપના નેતાઓ કોંગ્રેસની ટીકા પણ કરી રહ્યાં છે.
સૌરભ ભારદ્વાજે આપ ના જાહેરનામાની કથિત રીતે નકલ કરવા પર કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસ પર ટીકા કરતાં સૌરભ ભારદ્વાજે કહ્યું કે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ સામે માત્ર નેતાઓ ટકાવી રાખવાનો નહીં પણ વિચારોનું પણ સંકટ છે.
વીજળી, પાણી અને મહિલાઓને ફ્રિ બસ સેવા જેવી કલ્યાણકારી યોજના બાબતે અરવિંદ કેજરીવાલ અને આપની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ અમારા જાહેરનામાની પણ કોપી કરી રહ્યું છે.
હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલાં કોંગ્રેસે કેજરીવાલના જાહેરનામાની નકલ કરી તેના મુદ્દાઓનો પોતાના જાહેરનામામાં સમાવેશ કર્યો હતો. પંજાબમાં અમે મહિલાઓને ભત્થુ આપીશું એ વાત પર કોંગ્રેસે અમારી મજાક ઉડાવી હતી. તેમના નેતાઓએ કહ્યું હતું કે આ શક્ય નથી આમ આદમી પાર્ટી બધાને મૂરખ બનાવી રહી છે એવી ટીકા કોંગ્રેસે કરી હતી. જોકે ત્યાર બાદ કોંગ્રેસે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં તેની ઘોષણા કરી હતી.
વધુમાં ભારદ્વાજે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં જો તમામ વિરોધી પક્ષ એક નહીં થાય તો આવનારા સમયમાં દેશમાં ચૂંટણી થવાની જ બંધ થઇ જશે. 2024માં જો નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાશે તો તે સંવિધાન જ બદલી નાંખશે. તે પોતે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પોતાને દેશનો રાજા ધોષિત કરશે એવી શક્યતાઓ છે એમ પણ ભારદ્વાજે કહ્યું હતું.

Total Visiters :182 Total: 1491289

By Admin

Leave a Reply