આ કેસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર અને ચાર્જશીટને રાખી સાવંતની સહમતિથી બરતરફ કરવામાં આવ્યા
મુંબઇ
17 વર્ષ જૂના જબરજસ્તી કિસના મામલામાં સિંગર મીકા સિંહને કોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. વર્ષ 2006માં રાખી સાવંત દ્વારા મીકા સિંહ વિરુદ્ધ જબરજસ્તી કિસને લઇને કરવામાં આવેલી એફઆઇઆરના મામલાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. જણાવી દઇએ કે મીકા સિંહ અને રાખી સાવંત વચ્ચેનો આ મામલો સિંગરના બર્થ ડે દરમિયાનનો છે. મીકા સિંહ ઉપરાંત તેના બેંડના જૂના કલીગ વિક્કી સિંહે પણ રાખી સાવંતની સહમતિ સાથે હાઇ કોર્ટ સામે આ કેસને સમાપ્ત કરવાની માગ કરી હતી.
આ કેસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર અને ચાર્જશીટને રાખી સાવંતની સહમતિથી તેને બરતરફ કરવામાં આવ્યા છે. રાખી સાવંતે એફિડેવિટમાં કહ્યું છે કે, તેણે સિંગર સાથે સદ્ભાવનાપૂર્ણ રીતે આ મામલે નિવારણ કાઢી લીધું છે.
આ મામલે 11 જૂન 2006ના રોજ એફઆઇઆર કરવામાં આવી હતી. ખરેખર મુંબઇની એક પોશ રેસ્ટોરન્ટમાં મીકા સિંહે પોતાની બર્થ ડે પાર્ટી રાખી હતી. જ્યાં કથિત રૂપે તેણે રાખી સાવંતને કિસ કરી હતી. તે બાદ સિંગર પર આઇપીસીની ધારા 354 (છેડતી) અને 323 (હુમલો) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સિંગરે આ વર્ષે એપ્રિલમાં હાઇ કોર્ટનો દરવાજો ખટખટાવીને એફઆઇઆર અને ચાર્જશિટ રદ્દ કરવાનો અનુરોધ કર્યો હતો.
જસ્ટિસ એ.એસ.ગડકરી અને જસ્ટિસ એસ.જી.ડિગેની ખંડપીછે સાવંતની એક એફિડેવિટ પર એક્શન લેતા આ મામલે એફઆઇઆર અને ચાર્જશીટને રદ કરી દીધી છે. હાઇકોર્ટે સાવંતની એફિડેવિટની નોંધ લીધી જેમાં કહેવામાં આવ્યું કે, 11-06-2006ના રોજ કરવામાં આવેલી મારી ફરિયાદના આધારે ઓશિવારા પોલીસ સ્ટેશને આઇપીસીની ધારા 354 અને 323 અંતર્ગત કેસ નોંધ્યો હતો.
તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, એફઆઇઆર રજીસ્ટ્રેશન બાદ આટલો સમય પસાર થયા બાદ અરજદાર અને મે પરસ્પર સહમતિથી અમારા તમામ મતભેદોનું નિવારણ લાવ્યું છે. અમે અનુભવ્યું કે આ સમગ્ર વિવાદ ગેરસમજ અને વહેમના કારણે પેદા થયો હતો.