સિક્કીમમાં ભૂસ્ખલન, 2000થી વધુ સ્થાનિક-વિદેશી ફસાઈ ગચા

Spread the love

ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં વાહનવ્યહાર ઠપ, ફસાયેલા પ્રવાસીઓને બચાવવા કામગારી હાથ ધરાઈ

ગંગટોક
ઉત્તર સિક્કિમમાં ગુરુવારે અચાનક આવેલા પૂર બાદ ભૂસ્ખલનને કારણે 2000થી વધુ ઘરેલુ અને વિદેશી પર્યટકો ફસાઈ ગયા હતા. આ મામલે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં વાહનવ્યહાર ઠપ થઈ ગયો છે.
પરિણામે 1975 જેટલા ઘરેલુ અને 36 વિદેશી પર્યટકો લાચેન અને લાચુંગ ક્ષેત્રોની હોટેલમાં ફસાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા કુદરતી સૌંદર્યની સાથે જુદા જુદા સ્થળનું પ્રવેશદ્વાર મનાય છે. વિદેશી પર્યટકોમાં 23 બાંગ્લાદેશના, 10 અમેરિકાના અને ત્રણ સિંગાપોરના છે. તેની સાથે જ અધિકારીઓએ કહ્યું કે ઉત્તર સિક્કિમમાં જુદા જુદા સ્થળોએ 345 કારો અને 11 બાળકો ફસાઈ છે. તેમણે કહ્યું કે વરસાદ રોકાયા બાદ માર્ગોનું સફાઈકામ હાથ ધરાયું હતું.

Total Visiters :221 Total: 1469397

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *