ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર બ્રિટનમાં ઠાર

Spread the love

હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતુ,. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો


સરે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને યુકેના સરેમાં ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું.
મળતી માહિતી મુજબ, હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો.
વર્ષ 2022ની શરૂઆતમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ લગાવ્યો હતો અને તેના પર 10 લાખ રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. એનઆઈએના જણાવ્યા અનુસાર, પાદરીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતા નિજ્જર કેટીએફનો પ્રમુખ હતો.
અગાઉ 1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટેલા રિપુદમન સિંહ મલિકની હત્યામાં નિજ્જરનું નામ સામે આવ્યું હતું. જોકે એનઆઈએને આ કેસમાં કોઈ સાબિતી મળી ન હતી.

Total Visiters :191 Total: 1384320

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *