સુરતમાં યુવકે સામેથી આવતી બસ નીચે પડતું મૂક્યું

Spread the love

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે


સુરત
સુરતના વરાછા વિસ્તારમ આવેલા બોમ્બે માર્કેટ પાસે એક કાળજું કંપાવતી ઘટના સામે આવે છે. એક યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે આવી જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની પોલીસને જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો અને સામેથી સ્કૂલ બસ આવતા જ અચાનક યુવકે ડાઈવ લગાવી બસ નીચે આવી આપઘાત કર્યો હતો.સ્કૂલબસ નીચે કચડાયેલા આ યુવકને રસ્તા પર કણસતી અવસ્થામાં જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.
આ ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ વરાછા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનોની શોધખોળ બાદ જ મોતનું કારણ બહાર આવશે.

Total Visiters :123 Total: 1344212

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *