ઈન્સ્ટાગ્રામ રિલ્સ ડાઉનલોડ કરવાનું નવું ફિચર લાવ્યું

Spread the love

કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું, આ ફીચર ભારતીય યૂઝર્સ અથવા બીજા દેશ માટે ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી


નવી દિલ્હી
ઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પોપ્યુલર છે. 15થી 30 સેકેન્ડના વીડિયોમાં યૂઝર્સને ફૂલ એન્ટરટેઈનમેન્ટ મળી રહે છે. ઘણી વખત આપણને અમૂક વીડિયો ખૂબ જ પસંદ આવી જતા હોય છે.
યૂઝરને જે વીડિયો પસંદ આવી જાય છે તે વીડિયો તેઓ ડાઉનલોડ કરવા માંગે છે પરંતુ તેમને ડાઉનલોડનો કોઈ ઓપ્શન જ નથી મળતો. હવે ટૂંક સમયમાં તમારી આ સમસ્યા દૂર થઈ જશે. કારણ કે, હવે ઈન્સ્ટાગ્રામે પ્લેટફઓર્મ
કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ આ ફીચરની જાણકારી પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર આપી છે.
આ ફીચર માત્ર પબ્લિક રીલ્સ માટે ઉપલબ્ધ છે. જેને જો પબ્લિશર ઈચ્છે તો ઓફ પણ કરી શકે છે. એટલે કે, પબ્લિશરના ઓફ કર્યા બાદ તમે તે રીલ્સને સત્તાવાર રીતે ડાઉનલોડ ન કરી શકો.
આ ફીચરના કારણે યૂઝર્સને કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ અથવા કોઈ એપની જરૂર નહીં પડશે. કોઈ પણ રીલને ડાઉનલોડ કરવા માટે યૂઝર્સે તેને પ્લે કરવાની રહેશે. ત્યારબાદ યૂઝર્સે શેર બટન પર ક્લીક કરવાનું રહેશે. ત્યાં તમને નીચે અનેક ઓપ્શન મળશે. એડ ટૂ સ્ટોર, શેર, કોપી લિંક સાથે જ તમને તેને ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન મળશે. આમ તમે ખૂબ જ સરળતાથી કોઈ રીલ ડાઉનલોડ કરી શકશો.
આ ફીચર ભારતીય યૂઝર્સ અથવા બીજા દેશ માટે ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી.
ભારતમાં ટીકટોક પર પ્રતિબંધ લાગ્યા બાદ અનેક એપ્સે શોર્ટ વીડિયોને પોતાના પ્લેટફઓર્મ પર જોડ્યું. અહીં સુધી કે, અનેક એપ્સની શરૂઆત જ ટીકટોક પરના પ્રતિબંધ બાદ થઈ છે.
જોકે, તેમાં સૌથી વધુ ફાયદો ઈન્સ્ટાગ્રામ રીલ્સને જ થયો છે. ભારતમાં આ પ્લેટફોર્મ ખૂબ જ વધારે પોપ્યુલર બની ગયુ છે અને થોડા જ સમયમાં તેણે ટિકટોકની જગ્યા લઈ લીધી.

Total Visiters :185 Total: 1344373

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *