ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવામાં આઈઆઈટી કાનપુરે મોટી સફળતા મેળવી
કાનપુર
દેશમાં હવે તે દિવસો દુર નથી… કે જ્યારે વરસાદ નહીં હોય તો ટેકનોલોજી દ્વારા પણ વરસાદ પાડી શકાશે, કારણ કે આવું જ એક કારનામું આઈઆઈટી કાનપુર દ્વારા સામે આવ્યું છે. દેશની દિગ્ગજ આઈઆઈટી યુનિવર્સિટી કાનપુરે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવામાં આઈઆઈટી કાનપુરે મોટી સફળતા મેળવી છે.
આઈઆઈટી કાનપુરે ક્લાઉટ સીડિંગ દ્વારા એક ઉડ્ડયનનું સફળ પરીક્ષણ કર્યું છે. આઈઆઈટી કાનપુર દ્વારા નિવેદનમાં જણાવાયું કે, સંસ્થા દ્વારા ગત 21મી જૂને ક્લાઉટ સીડિંગ માટે એક ટેસ્ટિંગનું આયોજન કર્યું… થોડા વર્ષો પહેલાં જ આઈઆઈટી કાનપુરમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ આ પ્રોજેક્ટની આગેવાની કરી રહ્યા છે. ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની મંજૂરી મળ્યા બાદ આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ક્લાઉડ સીડીંગમાં વિવિધ રાસાયણિક એજન્ટો જેમ કે સિલ્વર આયોડાઈડ, ડ્રાય આઈસ, મીઠું અને અન્ય તત્વોનો ઉપયોગ વરસાદની સંભાવનાને વધારવાના હેતુથી થાય છે. પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે, અમને ખુશી છે કે ક્લાઉડ સીડિંગ દ્વારા કરાયેલું અમારું પરીક્ષણ સફળ થયું છે. સફળ પરીક્ષણ ઉડાનનો અર્થ એ છે કે, અમે હવે પછીના તબક્કામાં ક્લાઉડ સીડિંગ કરવા અને તેને સફળ બનાવવા માટે તૈયાર છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. કોવિડ રોગચાળાને કારણે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં વિલંબ થયો હતો પરંતુ હવે DGCA દ્વારા મંજૂરી અને પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અમે સેટઅપ પૂર્ણ કરવાની નજીક પહોંચી ગયા છીએ. ક્લાઉટ સીડિંગ લગભગ 5000 ફૂટની ઊંચાઈ સુધી ઉડાવાયું અને પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ ક્લાઉટ સીડિંગ કાનપુર ફ્લાઈટ લેબ વિમાની મથક પર પરત લવાયું હતું.
આઆઈટી કાનપુરે નવી ટેક્નોલોજીથી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું
Total Visiters :137 Total: 1491458