સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ માં ગુજરાતના મનોદિવ્યાંગોની અનેરી સિદ્ધિઓ

જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 14 મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું…
ગુજરાતી મનોદિવ્યાંગ રમતવીરો ગરબાની સાથો સાથ ૧૪ મેડલ પણ મેળવ્યા

જર્મની ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં 190 જેટલા દેશના 7000 કરતાં વધારે સ્પર્ધાકોએ ભાગ લીધેલ. જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલા 14 એથ્લેટ અને 10 કોચ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની ખાતે જુદી જુદી રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવેલ.

વર્લ્ડ ગેમ્સની શરૂઆત પહેલાં જ વિશ્વભરમાંથી આવેલ જુદા જુદા ડેલિગેશન માટે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ ફ્રેન્કફર્ટ શહેર ખાતે યોજાયેલ… જ્યાં ગુજરાતી ગરબાથી બધાના દિલ જીતી વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની ટીમે એન્ટ્રી કરેલ..

ત્યારબાદ 17 જૂને ઓપનિંગ સેરેમની, ભવ્ય ટોર્ચ રન અને આતશબાજી સાથે વર્લ્ડ ગેમ્સનો શુભારંભ થયેલ અને 17 થી 25 જૂન સુધી જુદા જુદા ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ, હેલ્થ ચેક અપ, યંગ એથ્લેટ, જેવા અનેક પ્રોગ્રામ યોજાયેલ.

ગુજરાત સ્પેશયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અને ત્યાર બાદ જુદા જુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણા ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરો એ વર્લ્ડ ગેમ્સમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર, અને 4 બ્રોનઝ મેડલ મળી કુલ 14 મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવેલ. ઉપરાંત 3 ખેલાડીઓએ 4th અને 5th સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરેલ.

14 મેડલ સાથેની આ સિધ્ધિ લઈ ખુશ ખુશાલ મિજાજમાં આજરોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરી બહાર આવતા ખેલાડીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળેલ.
આ તકે ટીમ ગુજરાતને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત સમિતિ પેટ્રોન શ્રી રાકેશભાઈ શાહ, સ્વર્ણિમ સ્પોટ્ર્સ યુનિવર્સીટી ના વી.સી. પ્રો. ડૉ.અર્જુનસિંહ રાણા, સમગ્ર શિક્ષા ના સચિવ શ્રી મહેશભાઈ મહેતા એ ડી.જે.ના સૂર સાથે વધાવી નાચ ગાન સાથે સ્વાગત કરેલ. ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીઓને ઉચ્ચતમ સ્થાન માટે સતત પ્રયત્નશિલ અને હાલ સ્પેશ્યિલ ઓલિમ્પિકસ ભારત ઓફિસમાં કાર્યરત ડો. ડી.જી. ચૌધરીએ વિજેતા ટીમ અને તેમના કોચ તથા પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે મનો દિવ્યાંગ કશું ન કરી શકે એ વિચાર ભૂલી આગામી વર્લ્ડ ગેમ્સ માટે સખત અને સતત મહેનત થકી વધુમાં વધુ ખેલાડીઓ તૈયાર કરીએ અને એ માટે સહુ ગુજરાતીઓ જાગૃત બની ગુજરાતના છેવાડા સુધી પડદા પાછલ રહેલા ખેલાડીઓને શોધી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ સુધી લાવવા સહયોગી બનીએ.
વિજેતા ખેલાડી અને કોચનો ઉત્સાહ જોઈ એરપોર્ટ રોડ પર અન્ય મુસાફરો પણ પ્રબળ ઈચ્છા શક્તિથી દિવ્યાંગ પણ દિવ્ય બની શકે તેવા આદર્શ સાથે વિજય સરઘસ ને વધાવેલ.

મેડલ નું લીસ્ટ પાછળ છે,

મેડલ વિજેતા ગુજરાતી એથ્લેટ

 જાલમસિંહ સોલંકી (અરવલ્લી), બાસ્કેટ બોલ – ગોલ્ડ મેડલ
 હિમાની પ્રજાપતિ યુનિફાઈડ પાર્ટનર (ગાંધીનગર)
વોલીબોલ – ગોલ્ડ મેડલ
 કાજલ બોળીયા (બોટાદ) બાસ્કેટ બોલ – સિલ્વર મેડલ
 લીલા પટેલ (દાહોદ) બાસ્કેટ બોલ – સિલ્વર મેડલ
 રીંકલ ગામીત (સુરત) હેન્ડ બોલ – સિલ્વર મેડલ
 એન્જેલિના પૌસીન (અમદાવાદ)
રોલર સ્કેટિંગ 100 મી. સિલ્વર મેડલ
ઉપરાંત રોલર સ્કેટિંગ રિલે માં સિલ્વર મેડલ
 અક્ષર પ્રજાપતિ (આણંદ) રોલર સ્કેટિંગ સિલ્વર મેડલ
 પ્રેમ લાડ (આણંદ)
રોલર સ્કેટિંગ સિલ્વર મેડલ
ઉપરાંત રોલર સ્કેટિંગ સલોલેમ બ્રોન્ઝ મેડલ
 કિરીટ ચૌહાણ (દાહોદ)
સ્વિમિંગ ફ્રી સ્ટાઈલ સિલ્વર મેડલ
ઉપરાંત સ્વિમિંગ 25 મી બ્રેસ્ટ સ્ટ્રોક બ્રોન્ઝ મેડલ
 અનુરાગ (ગાંધીનગર) યુનીફાઇડ પાર્ટનર
વોલીબોલ સિલ્વર મેડલ
 રાધા મચ્છર (મહીસાગર)
ફૂટબોલ બ્રોન્ઝ મેડલ

Total Visiters :457 Total: 1491271

By Admin

Leave a Reply