સેન્સેક્સ પહેલીવાર 65000 ની ઉપર બંધ, , એનએસઈ નિફ્ટી 133.50 પોઈન્ટ એટલે કે 0.7%ના વધારા સાથે 19,322.55 પોઈન્ટના સ્તરે બંધ થયો
મુંબઈ
મેટલ, ઓઇલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે સોમવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 486.49 પોઈન્ટ એટલે કે 0.75 ટકાના વધારા સાથે 65,205.05 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ રીતે સેન્સેક્સ પહેલીવાર 65000 ની ઉપર બંધ થયો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 133.50 પોઈન્ટ એટલે કે 0.7%ના વધારા સાથે 19,322.55 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો શેર સૌથી વધુ 3.48 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
જો સેક્ટરની વાત કરીએ તો મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 1-3 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. એ જ રીતે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાર્મા ઈન્ડેક્સ પણ 0.5-1 ટકા સુધી ઘટીને બંધ થયા છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા છે.
સ્થાનિક શેરબજારમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. બીએસઈ સેન્સેક્સે આજે પ્રથમ વખત 65,000નો આંકડો પાર કર્યો હતો અને દિવસના કારોબાર દરમિયાન 65,300.35ની ટોચે પહોંચ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી પણ 19,345.10 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,આઈટીસી , બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, એચડીએફસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, આસીઆઈસીઆઈ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, વિપ્રો અને ઇન્ડસઇન્ડ બેન્ક આજે બીએસઈ સેન્સેક્સ પર લીલા નિશાન પર બંધ થયા છે.
પાવરગ્રીડ, સન ફાર્મા, મારુતિ, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, એક્સિસ બેંક, ટાઇટન અને ભારતી એરટેલના શેર સેન્સેક્સ પર લાલ નિશાન સાથે બંધ થયા હતા.