મિરે એસેટે , મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

Spread the love
  • નિફ્ટી બેંક TRIને અનુસરતી/ટ્રેક કરતી ઓપન એન્ડેડ સ્કીમ
  • મજબૂત બેંકિંગ સેક્ટરનો ભાગ બનવાની તક આપે છે
  • રોકાણકારો માટે સરળ પ્રવાહિતા

મુંબઈ

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે.

ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ આ સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલે છે. ફાળવણીની તારીખથી 5 દિવસ ઈટીએફ યુનિટ્સનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ એટલે કે બીએસઈ અને એનએસઈ પર કરવામાં આવશે. મિરે એસેટ નિફ્ટી બેંક ઇટીએફનું સંચાલન સુશ્રી એકતા ગાલા દ્વારા કરવામાં આવશે. એનએફઓ દરમિયાન લઘુત્તમ રોકાણ રૂ. 5,000 અને ત્યાર બાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

બેંકિંગ ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ અને જીડીપી વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય બેંકિંગ ક્ષેત્ર છેલ્લા કેટલાક વર્ષોમાં તંદુરસ્ત મૂડી ગુણોત્તર સાથે મજબૂત રીતે ઉભરી આવ્યું છે અને આ ક્ષેત્ર નોન-પરફોર્મિંગ એસેટ (NPA)ની સમસ્યાને ઉકેલવામાં સફળ રહ્યું છે અને મોટાભાગની બેંકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રભાવશાળી સારા પરિણામોની જાણ કરી છે. ભારતીય અર્થતંત્ર વિકાસશીલ તબક્કામાંથી વિકસિત અર્થતંત્રમાં ઉભરી રહ્યું હોવાથી બેંકો અને નાણાંકીય ક્ષેત્ર નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. ફિનટેક થકી રજૂ કરાઈ રહેલા ડિજિટાઇઝેશન અને ટેક્નોલોજીકલ ફેરફારો અર્થતંત્રના એકંદર વિકાસમાં બેંકોની ભૂમિકાને વધુ એકીકૃત કરશે.

મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ રોકાણકારોને ભારતમાં વિકસતા બેંકિંગ ક્ષેત્રમાં ભાગ લેવાની તક આપશે અને સરળ લિક્વિડિટી પણ આપશે.

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના ઈટીએફ પ્રોડક્ટ હેડ શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સમગ્ર બેંકિંગ સેક્ટર છેલ્લા 4-5 વર્ષોમાં ખૂબ જ સારી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે અને મોટાભાગની બેંકોએ તેમની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) મુદ્દાને પાછળ છોડી દીધો છે. ફિનટેક ક્રાંતિ બેંકિંગ સેક્ટરના વિકાસમાં વધુ મદદ કરશે કારણ કે બેંકો વધુ સિનર્જી શોધવા માટે ફિનટેક સાથે ભાગીદાર બનશે. અર્થતંત્ર 7 ટકાની નજીકની વાર્ષિક વૃદ્ધિ નોંધાવવાની ધારણા છે ત્યારે ભારતીય બેંકિંગ ક્ષેત્ર આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવવા માટે તૈયાર છે.”

મિરે એસેટ નિફ્ટી બેંક ઇટીએફમાં શા માટે રોકાણ કરવું?

  • નિફ્ટી બેંક ઈન્ડેક્સને ટ્રેક કરે છે જે મોટાભાગના લિક્વિડ અને મોટી ભારતીય બેંકોના શેરો ધરાવે છે
  • અર્થતંત્રના સર્વાંગી વિકાસ માટે આવશ્યક એવા ક્ષેત્રમાં ભાગ લેવાની તક
  • ટોચની 12 ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોને ટ્રેક કરે છે, જ્યાં ઇન્ડેક્સમાં દરેક ઘટકનું ભારણ તેના ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પર આધારિત છે
  • એક્ટિવ બેંકિંગ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડની તુલનામાં બેંકિંગ ક્ષેત્રમાં ભાગ લેવા માટે પ્રમાણમાં કિફાયતી વિકલ્પ

મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ, નિફ્ટી બેંક ઇન્ડેક્સ (ટીઆરઆઈ) સામે બેન્ચમાર્ક્ડ રહેશે.

Total Visiters :203 Total: 1362360

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *