એલિયનના શરીર અને યુએફઓ અમેરિકાના કબજામાં છે

Spread the love

ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું, જૂનમાં દાવો કર્યો કે યુએસ સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપે છે


વોશિંગ્ટન
અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી મચાવતો દાવો કર્યો છે કે સરકારના કબજામાં અનેક યુએફઓ (ઉડી શકે તેવી વસ્તુઓ જેની ઓળખ થઇ શકી નથી) અને બિનમાનવીના શરીર છે. આ બિનમાનવીના શરીરને એલિયન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.
ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. જૂનમાં ગ્રૂશે દાવો કર્યો હતો કે અમેરિકી સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપી રહી છે. ઓવરસાઇટ કમિટીની સુનાવણી દરમિયાન ગ્રૂશને સવાલ કરાયો હતો કે શું અમેરિકી સરકાર પાસે દુર્ઘટનાગ્રસ્ત યુએફઓ અને તેના પાઈલટ છે? તેના પર ગ્રૂશે જવાબ આપ્યો કે હાં, સરકાર પાસે બિન માનવીના શરીર અને બીજી દુનિયાથી આવેલા એરક્રાફ્ટ છે.
ડેવિડ ગ્રૂશે 2023 સુધી અમેરિકી સંરક્ષણ વિભાગની એજન્સીમાં કામ કર્યું છે. જૂનમાં તેમણે આરોપ મૂક્યો હતો કે સરકાર અમેરિકી કોંગ્રેસથી બીજી દુનિયાથી આવેલા લોકોના પુરાવા સંતાડી રહી હતી. તેમના આરોપો પર વિાદ છતાં રિપબ્લિકનના નેતૃત્વ હેઠળની નિરીક્ષણ સમિતિએ તેમના દાવાઓની તપાસ શરૂ કરી હતી. જોકે ગ્રૂશનું કહેવું છે કે મેં મારી નજરે તો કોઈ એલિયનના શરીર કે યુએફઓ જોયા નથી પણ ટોચના અધિકારીઓ સાથે કરેલી વાતચીતના આધારે અમને આ માહિતી મળી છે.

Total Visiters :153 Total: 1378481

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *