પ્રેમજાળમાં ફસાવી યુપીના યુવક સાથે વિદેશી યુવતીની 3.5 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા બોરિસ જોન્સન નામની એક યુવતીના નામે યુવકને ફસાવવામાં આવ્યો


લખનઉ
સીમા હૈદર અને અંજુની પ્રેમ કહાનીનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે લખનઉના એક યુવકને વિદેશમાં પ્રેમની શોધ કરવી મોંઘી પડી છે. સરહદ પારથી પ્રેમની શોધમાં લખનઉના યુવક સાથે 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે લંડનની બોરિસ જોન્સન નામની છોકરી જેની સાથે તેણે મિત્રતા કરી હતી તે છેતરપિંડી કરનાર છે, તેણે 3.5 લાખ રૂપિયા ગુમાવી દીધા હતા.
મળેલ માહિતી મુજબ લખનઉના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બોરિસ જોન્સન નામની એક યુવતીએ પોતાને બ્રિટનની રહેવાસી ગણાવી અને કહ્યું કે તે લંડનમાં રહે છે. યુવતીએ કહ્યું કે તે ભારતમાં એક હોસ્પિટલ ખોલવા માંગે છે, જેના માટે તે જમીન જોવા માટે ટૂંક સમયમાં ભારત આવવાની છે, જેના પર યુવકે વિશ્વાસ કર્યો. આ દરમિયાન તેની સાથે મોબાઈલ ચેટ પણ થતી હતી.
એક દિવસ યુવકને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાને એરપોર્ટના કસ્ટમ ઓફિસર તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે એરપોર્ટ પર એક વિદેશી છોકરી પકડાઈ છે જે તેનું નામ બોરિસ જોન્સન જણાવે છે. ફોન કરનારે કહ્યું કે બોરિસ જોન્સન પાસેથી મોટા પ્રમાણમાં પાઉન્ડ મળ્યા છે, તેણે મને તમારો નંબર આપ્યો છે. આ પછી તેણે યુવકને પૂછ્યું કે શું તમે બોરિસ જોન્સનને ઓળખો છો, આ સાંભળીને યુવકે કહ્યું હા હું તેને ઓળખું છું. આ પછી ફોન કરનારે કથિત બોરિસ જોન્સનને છોડવાના બદલામાં યુવક પાસે પોતાના ખાતામાં 3 લાખ 50 હજાર જમા કરાવ્યા હતા. બાદમાં યુવકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તે પછી તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો.

Total Visiters :228 Total: 1491300

By Admin

Leave a Reply