કોંગ્રેસ સાંસદે આ પ્રતિક્રિયા ઈમરાન ખાનની ધરપકડના અમુક જ મિનિટ બાદ કરી
નવી દિલ્હી
કોંગ્રેસ સાંસદ કાર્તિ પી.ચિદમ્બરમે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવાયા છે અને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ છે.
કાર્તિ પી.ચિદમ્બરમે ટ્વિટ કરી જણાવ્યું કે મુખ્ય વિપક્ષી નેતાને ચૂંટણી લડતા રોકવા માટે પાકિસ્તાન પણ ભારતના મોડેલને ફોલો કરી રહ્યું છે. કોંગ્રેસ સાંસદે આ પ્રતિક્રિયા ઈમરાન ખાનની ધરપકડના અમુક જ મિનિટ બાદ કરી હતી. ઈમરાન ખાનની લાહોરના જમાન પાર્કથી ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને 3 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. તેની સાથે તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે. દંડ નહીં ચૂકવે તો તેમણે જેલમાં વધુ 6 મહિના સુધી જેલની સજા ભોગવવી પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઈમરાન ખાને જાણીજોઈને ફેક માહિતીઓ આપી હતી.