અંતરિક્ષમાં 8400 ટન કચરો, પૃથ્વી પર તબાહીની શક્યતા

Spread the love

અંતરિક્ષમાં કચરો મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે

નવી દિલ્હી

કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે 8400 ટન કચરો અંતરિક્ષમાં થઈ ગયો છે. જેમાં મોટાભાગે 18 હજારથી લઈને 28 હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે. જો તેમાંથી એક પણ ઓબ્જેક્ટ પૃથ્વી પર ક્યાંક પડશે તો તે ભારે તબાહી મચાવી શકે છે. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રોકેટ સ્ટેજ જે અંતરિક્ષમાં પહોંચીને સેટેલાઈટ લોન્ચ કર્યા બાદ ત્યાં જ રહી ગયા છે. રોકેટના આગળના કોન, પેલોડના કવર, બોલ્ટ્સ અને મહદઅંશે ભરાયેલી ફ્યૂઅલ ટેન્ક, બેટરી અને લોન્ચિંગ સંબંધિત અન્ય હાર્ડવેર અંતરિક્ષમાં કાટમાળ તરીકે હાજર છે. નાસાના જણાવ્યાનુસાર અંતરિક્ષમાં હાલના સમયે 20 હજારથી પણ વધુ નાના-મોટાં ઉપકરણો કચરો બની ગયા છે અને પૃથ્વીની નીચલી કક્ષામાં ચક્કર લગાવી રહ્યા છે.

નાસાના જણાવ્યા અનુસાર, અંતરિક્ષ કાટમાળને ટ્રેક કરવાની ક્ષમતામાં સુધારાથી સેટેલાઈટ ઓપરેટિંગ અને માનવ અંતરિક્ષ મિશનના જોખમોને ઘટાડવામાં મદદ મળી શકે છે. 

અંતરિક્ષમાં હાલના સમયે રશિયાના 7032, અમેરિકાના 5216, ચીનના 3854, ફ્રાન્સના 520, જાપાનના   117   અને ભારતના 114 સેટેલાઈટ અને રોકેટ્સ છે. તે 1થી 10 સેમી જેટલાં આશરે 5 લાખથી વધુ સ્પેસ જંક છે. આ કાટમાળમાં સતત વધારો થશે કેમ કે અંતરિક્ષ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. 

નાસાના અહેવાલ અનુસાર ભારતના 206 ટુકડાં છે. તેમાં 89 ટુકડા પેલોડ અને 117 ટુકડા રોકેટના છે. જોકે ભારતથી લગભગ 20 ગણો વધુ કાટમાળ ચીનનો છે.   તેના લગભગ 3,987 ટુકડા અંતરિક્ષમાં ફરી રહ્યા છે. આ ઓબ્જેક્ટ 0.11 સેમથી અનેક મીટરના હોઈ શકે છે. જો એક પણ ઓબ્જેક્ટ ક્યાંક પડશે તો ભારે તબાહી મચાવી શકે છે. 

એકવાર વપરાતા રોકેટની જગ્યાએ ફરી ઉપયોગમાં લેવાતા લોન્ચ વ્હિકલ્સનો ઉપયોગ કરવાથી પેદા થતાં નવા કાટમાળની માત્રાને ઘટાડવામાં મદદ મળી શકે છે. તેના માટે સામગ્રી અને ડિજાઈનમાં સુધારો કરવાની જરૂર છે. વધારે ટકાઉ સામગ્રીઓનો ઉપયોગ કચરાની માત્રાને ઘટાડશે. ઈસરો પણ અંતરિક્ષ પર્યાવરણ પર વધતી અંતરિક્ષ કાટમાળની અસરને લઈને અભ્યાસ કરી રહી છે.

Total Visiters :130 Total: 1361938

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *