અમદાવાદ
‘રાષ્ટ્રીય જેવલીન દિવસ’ નિમિત્તે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા નડીયાદમાં તારીખ ૭મી ઓગસ્ટે, સ્ટેટ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદની ચાર ગર્લ્સ એથ્લીટ્સે મેડલ જીત્યા હતા. રેને શુક્લાએ અંડર-૧૮માં અને એના કોઠારીએ અંડર-૧૪ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે અંડર-૧૬માં અનિકા મધુર તોદી અને અંડર-૧૪માં કાવ્યા અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ તમામ ખેલાડીઓ સેંટ ઝેવિયર્સ કોલેજ ખાતેની કાફસ એકેડમી ખાતે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કોચ જોસેફ સેબાસ્તટીયનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે.
Total Visiters :463 Total: 1491469