બીસીસીઆઈએ પાંચ વર્ષમાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી

Spread the love

બીસીસીઆઈએ રૂપિયા 1,159 કરોડનો આવકવેરો ચૂકવ્યો, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી


નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેણે કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીસીસીઆઈએ પાંચ વર્ષમાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન બીસીસીઆઈને કુલ 27,411 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. બીસીસીઆઈએ રૂપિયા 1,159 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી છે.
રાજ્યસભામાં માહિતી આપતા પંકજ ચૌધરીએ કહ્યું કે બીસીસીઆઈને આ આવક ICCના મીડિયા અધિકારો, સ્પોન્સરશિપ અને રેવન્યુ શેર દ્વારા પ્રાપ્ત થઈ છે. પંકજ ચૌધરીએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ અનિલ દેસાઈના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. અનિલ દેસાઈએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે શું કેન્દ્ર સરકારને એ વાતની જાણ છે કે બીસીસીઆઈ વિશ્વની બીજી સૌથી ધનિક રમત સંસ્થા છે? આ સિવાય તેમણે સરકારને છેલ્લા પાંચ વર્ષમાં બીસીસીઆઈની આવક, ખર્ચ અને ટેક્સની વિગતોની માહિતી આપવા પણ વિનંતી કરી હતી.
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પ્રશ્નના જવાબમાં ગૃહમાં કહ્યું હતું કે સરકાર વૈશ્વિક સ્તરે રમતગમત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ અંગેનો ડેટા જાળવી શકતી નથી, પરંતુ તેમણે બીસીસીઆઈનો ડેટા ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા સાથે શેર કર્યો છે.
બીસીસીઆઈએ આ પાંચ વર્ષમાં સારો એવો ટેક્સ ચૂકવ્યો છે અને તેનો આંકડો 4298 કરોડ રૂપિયા રહ્યો છે. બીસીસીઆઈએ આ પાંચ વર્ષમાં 15,170 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે. બીસીસીઆઈએ નાણાકીય વર્ષ 2018માં રૂ. 2917 કરોડની આવક દર્શાવી હતી, જે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ. 7606 કરોડ થઈ હતી. આ આવક વધવા પાછળનું મુખ્ય કારણ IPL અને ભારતીય ક્રિકેટના મીડિયા અધિકારોની કિંમતમાં વધારો છે. બીસીસીઆઈએ નાણાકીય વર્ષ 2021-22માં રૂપિયા 1,159 કરોડનો આવકવેરો ચૂકવ્યો છે, જે અગાઉના વર્ષ કરતાં 37 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2024માં બીસીસીઆઈની કમાણી વધી જશે કારણ કે તેણે આગામી પાંચ વર્ષ માટે મીડિયા રાઈટ્સ રૂ. 48,390 કરોડનો સોદો કર્યો છે. આ ઉપરાંત તેણે અનેક કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ મેળવી છે આ સિવાય પણ IPLના મીડિયા રાઈટ્સ ઉપરાંત અન્ય કેટલાક સોદા પણ સામેલ છે. બીસીસીઆઈએ વર્ષ 2017માં IPLના મીડિયા રાઈટ્સ રૂપિયા 16,147 કરોડમાં વેચ્યા હતા. આ રકમ બમણી કરતાં પણ વધુ થઈ ગઈ છે કારણ કે 2008થી 2017 સુધીના 10 વર્ષ દરમિયાન IPLના મીડિયા રાઈટ્સ રૂ. 8200 કરોડમાં વેચવામાં આવ્યા હતા.

Total Visiters :201 Total: 1378369

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *