બજરંગ દળમાં સારા લોકો પણ હોઈ શકે છે. પરંતુ જે ગુંડા તત્વ છે અને જે રમખાણો કરાવે છે તેમને છોડવામાં નહીં આવેઃ કોંગ્રેસના નેતા
ભોપાલ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હિંદુત્વની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા વિશે કહ્યું હતું કે, દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની જરૂર નથી કારણ કે અહીં માત્ર 80 ટકા તો હિંદુઓ જ વસે છે. હવે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બજરંગ દળ અંગે એક નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવશે. તેમણે કહ્યું કે, બજરંગ દળમાં સારા લોકો પણ હોઈ શકે છે. પરંતુ જે ગુંડા તત્વ છે અને જે રમખાણો કરાવે છે તેમને છોડવામાં નહીં આવશે. કોંગ્રેસી નેતાએ આ વાત પત્રકારો સાથે ચર્ચા દરમિયાન કહી હતી.
દિગ્વિજય સિંહે જણાવ્યું કે, હિન્દુત્વ શબ્દને સાવરકરે જ હિન્દુત્વ શબ્દ બનાવ્યો હતો. કોઈ પણ પ્રકારનું સોફ્ટ કે હાર્ડ હિન્દુત્વ નથી હોતું.તેમનું સનાતન ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું કે, સંવિધાનની શપથ ગ્રહણ કરીને જે લોકો હિન્દુત્વની વાત કરે છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
દિગ્વિજય સિંહે હિન્દુ રાષ્ટ્ર પર કમલનાથના નિવેદનનો પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. કમલનાથે કહ્યું હતું કે, દેશમાં 80% હિન્દુ છે તો આવી સ્થિતિમાં તો તે હિન્દુ રાષ્ટ્ર જ છે. આ મુદ્દે દિગ્વિજય સિંહે કહ્યું કે, શું હિન્દુઓની સંખ્યા ગણાવવી ખોટું છે? દિગ્વિજયે એ પણ કહ્યું કે, કેટલાક લોકો મારા અને કમલનાથજી વચ્ચે વિવાદ ઉભો કરાવવા માંગે છે. પરંતુ અમે ચાર દાયકાથી સાથે કામ કરી રહ્યા છે અને હજું સુધી કોઈ વિરોધી સફળ નથી થઈ શક્યો. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.