ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર, અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર કેમ્પ કરી રહી છે, સ્થિતિ નિયંત્રણમાં
બગહા
નાગપંચમી પર સોમવારે બપોરે મહાવીરી જુલૂસને રોકવા મામલે બે પક્ષો વચ્ચે વિવાદ અને પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ચાર પોલીસ કર્મચારીઓ સહિત 12 લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર છે. તમામ ઘાયલોની સારવાર અનુમંડલીય હોસ્પિટલમાં ચાલી રહી છે.
ડીએમ દિનેશ કુમાર રાયના નેતૃત્વમાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર કેમ્પ કરી રહી છે. ડીએમ એ જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. દોષિતોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રભારી એસપી અશોક ચૌધરીએ જણાવ્યું કે, રતનમાલામાં સ્થિતિ નિયંત્રણમાં છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાવારી અખાડા સમિતિ દ્વારા મહાવીરી જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. જુલૂસમાં સામેલ લોકોનું કહેવું છે કે, રતનમાલામાં બીજા પક્ષના લોકોએ આનો વિરોધ કર્યો. ત્યારબાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થઈ ગયો. આગચંપી સાથે દુકાનો તથા બાઈકમાં તોડફોડ કરવામાં આવી. પથ્થરમારા બાદ બગહા-બેતિયા મુખ્યમાર્ગ પર બપોરે 3:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહ્યો.
દુકાનોના શટર પાડી દેવામાં આવ્યા અને રસ્તા વિરાન થઈ ગયા. આ પથ્થરમારામાં 4 પોલીસ કર્મચારીઓ સહિત 12 લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલના પ્રભારી ઉપાધ્યક્ષ ડો. કેબીએન સિંહે જણાવ્યું કે, દીનદયાલ નગર નિવાસી ભગવાન ચૌધરીની સ્થિતિ ગંભીર છે. અન્ય તમામ ઘાયલોની સ્થિતિ સામાન્ય છે.