માસ્ટરકાર્ડ અને ICC એ ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ક્રિકેટ ચાહકોને ‘અમૂલ્ય’ અનુભવ પ્રદાન કરવા માટે વૈશ્વિક ભાગીદારી પર હાથ મિલાવ્યા

• માસ્ટરકાર્ડ કાર્ડધારકો માટે છે વિશિષ્ટ લાભો જેમાં ૨૪-કલાકની પ્રી-સેલ વિન્ડો દરમિયાન મેચની ટિકિટ ખરીદવાની એવી વિશેષ તક સામેલ છે


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ આજે એક રોમાંચિત કરતાં જોડાણની જાહેરાત કરી છે, જે અંતર્ગત માસ્ટરકાર્ડ સાથે ભારતમાં ૫ ઑક્ટોબર થી ૧૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન યોજાનાર ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે વૈશ્વિક ભાગીદાર બન્યું છે.

માસ્ટરકાર્ડ વિશિષ્ટ લાભો દ્વારા તેના કાર્ડધારકો અને બેંક સહિત ગ્રાહકોને વિશેષ અનુભવો પ્રદાન કરવા માટે રમતગમત પ્રાયોજકતાના તેના સમૃદ્ધ વારસાને ચાલુ રાખશે. ક્રિકેટ ભારત, દક્ષિણ એશિયા અને વિશ્વભરના અન્ય ઘણા પ્રદેશોમાં સૌથી લોકપ્રિય રમતોમાંની એક હોવાથી, વર્લ્ડ કપ ચાહકોને રમતની પ્રવૃત્તિના કેન્દ્રમાં રાખે છે જેથી તેઓ અગાઉ ક્યારેય ન અનુભવી હોય તેવી રમતનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવે છે.

૨૪-કલાકની પ્રી-સેલ વિન્ડો ઉપરાંત, માસ્ટરકાર્ડ કાર્ડધારકો સંખ્યાબંધ લાભો મેળવી શકશે. આ તકોમાં ક્રિકેટના દિગ્ગજોને મળવું, પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીની નજીક જવું અને મેચના દિવસોમાં વિશિષ્ટ સેવાઓને એક્સેસ કરવાનો અનુભવ વગૈરે સમાવેશ થાય છે. કાર્ડધારકોના ૧૨-૧૮ વર્ષની વયના બાળકોને પણ ફ્લેગબેરર પ્રોગ્રામનો ભાગ બનવાની તક મળશે અને માસ્ટરકાર્ડ કાર્ડધારકો માટે ICC અધિકૃત મર્ચેન્ડાઇઝ પર વિશાળ શ્રેણીમાં ઓફરો મળશે.

ICC સાથે માસ્ટરકાર્ડનું જોડાણ ક્રિકેટ પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને વૈશ્વિક ટેક્નોલોજી કંપનીના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમત પ્રાયોજકતાના પોર્ટફોલિયોમાં ઉમેરો કરે છે જેમાં UEFA ચેમ્પિયન્સ લીગ અને PGA ટૂર જેવા જોડાણોનો સમાવેશ થાય છે.

ICC ના ચીફ એક્ઝિક્યુટિવ, જોફ એલાર્ડિસે કહે છે: “અમને ICC પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે વૈશ્વિક ભાગીદાર તરીકે માસ્ટરકાર્ડની જાહેરાત કરતાં આનંદ થાય છે, જે વન-ડે રમતની સર્વોચ્ચ ઇવેન્ટ છે. માસ્ટરકાર્ડ તેની રમતગમતની ભાગીદારીનો સમૃદ્ધ અનુભવ શેયર કરવાના છે, અને ICC વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને ઘણા લાભો પહોંચાડવા માટે એક વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ સાથે સહયોગ કરવા આતુર છે.”

માસ્ટરકાર્ડના ચીફ માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ ઓફિસર, રાજા રાજામન્નરે કહ્યું: “ ક્રિકેટ એ વિશ્વભરના લાખો લોકો માટે, ખાસ કરીને ભારત અને દક્ષિણ એશિયામાં એક મોટું પેશન છે. અમે ICC પુરુષોના વર્લ્ડ ક્રિકેટ કપ ૨૦૨૩ માટે ICC સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જેનાથી અમે ચાહકોને રમત પ્રત્યેના તેમના પેશનની નજીક લાવી શકીશું. અમે અમારા ગ્રાહકો, કાર્ડધારકો અને તમામ ક્રિકેટ રસિકોને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમૂલ્ય શક્યતાઓ સાથે જોડવા માટે સમર્પિત છીએ.”

Total Visiters :608 Total: 1491356

By Admin

Leave a Reply