ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

Spread the love

રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કરતા નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ


હિસાર
હરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને રૌનક ગુલિયાએ હિસારના 16-17 સેક્ટરમાં સ્થિત પોતાના ઘરે નસ કાપીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આત્મહત્યાનો પ્રયત્ન કરતા પહેલા રૌનકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાને નિર્દોષ ગણાવી હતી. ઈન્સ્ટાગ્રામ વીડિયો રેસલર ગુલિયાના કોચે જોઈ લેતા તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમણે રૌનકને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. બીજી તરફ હિસાર પોલીસે રૌનક ગુલિયાનું નિવેદન નોંધીને તપાસ હાથ ધરી છે.
રેસલર રૌનકે જણાવ્યું કે, તેમની વિરુદ્ધ એક ન્યૂઝ ચાલી રહ્યા છે. જેલર મારા નામથી વાયરલ કરી રહ્યો છે કે, મેં 51 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. પરંતુ એ તારીખે હું આઉટ ઓફ ઈન્ડિયા હતી. જે કંપની બંધ થઈ તેનું દોઢ વર્ષ થયું છે તે કંપનીના નામ લઈ રહ્યો છે જે 50 લાખની પણ નથી. મારા વિરુદ્ધ કોઈ પણ પુરાવો હોય તો મારી ધરપકડ કરી લો. રોનકે જણાવ્યું કે, મારા પતિ અંકિત ગુલિયા અને દિપક શર્મા એકબીજાને જાણતા હતા. મારા પતિ અને દીપક શર્માએ મળીને સટ્ટાબાજી ઓનલાઈન એપ અને દારૂ સપ્લાયનું કામ કરવા લાગ્યા જેને લઈને તેમની પૈસાની લેવડદેવડ છે. જેની જાણકારી મને એપ્રિલ 2023માં થઈ અને ત્યારબાદથી મારા પતિ સાથે મારે મતભેદ થયા અને હું હાલ હિસારમાં રહું છું. આ ઉપરાંત દીપક જેલરે જે તારીખે તેને મળવાનો આરોપ લગાવ્યો છે તે દરમિયાન હું બેલારુસમાં ટ્રેનિંગ કરી હતી.
રૌનકે જણાવ્યું કે, છેલ્લા 2-3 મહિનાથી દીપકના મારા પર ફોન આવવા લાગ્યા અને રાત્રે 12 વાગ્યે પણ ફોન કરીને મને ટોર્ચર કરવા લાગ્યો. જેલર દીપક શર્માએ તેને ક્યારેક પોલીસ દ્વારા તો ક્યારેક ગુંડાઓ દ્વારા ધમકી આપવા લાગ્યો કે તારું કરિયર ખતમ કરી દઈશ. આની મારી ગેમ પર પણ ભારે અસર પડી હતી. તાજેતરમાં વર્લ્ડ રેસલિંગ ટ્રાયલ્સમાં મારી કુસ્તી ખૂબ સારી રહી હતી પરંતુ આ સમસ્યાને કારણે હું માનસિક રીતે ધ્યાન કેન્દ્રિત ન કરી શકતી હતી. આ ધમકી અને ટોર્ચરથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે.

Total Visiters :181 Total: 1362074

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *