ગાજિયાબાદમાં 14 વર્ષના બાળકનું હડકાયા કૂતરાના કરડવાથી મોત

Spread the love

થોડા દિવસ પહેલા બાળકને હવા અને પાણીથી ડર લાગવા મંડ્યો અને તે અંધારામાં રહેવાનું પસંદ કરવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, અંતે મોત


ગાજિયાબાદ
ગાજિયાબાદમાં એક 14 વર્ષના બાળકને હડકાયા કુતરાના કરડવાથી મોત થયુ છે. બાળકે લગભગ દોઢ મહિના પહેલા એક કુતરો કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે તેના પરિવારને તેના વિશે કોઈ વાત નહોતી કરી. થોડાક દિવસો પહેલા બાળકમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા તેથી તેના પિતાએ ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું. ડોક્ટરે હડકવા વિશે રિપોર્ટ કરાવ્યા. અને તેની સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ જવાબ આપી દીધો. અને આખરે બાળકનું મોત થયુ હતું.
રિપોર્ટ પ્રમાણે ગાજિયાબાદના વિજયનગરની ચરણસિંહ કોલોનીમાં રહેતો હતો. અહી રહેતા પરિવારના એક બાળકને આશરે દોઢ મહિના પહેલા કુતરો કરડ્યો હતો. જાણકારી પ્રમાણે કોલોનીના રહેનારી એક મહિલાના કુતરો આ બાળકેને કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે ઘરમાં કોઈને વાત ન કરી. ત્યાર બાદ થોડા દિવસ પહેલા બાળકને હવા અને પાણીથી ડર લાગવા મંડ્યો. અને તે અંધારામાં રહેવાનું પસંદ કરવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો.
પરિવારજનો તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા ત્યા તેના હડકવા વિશે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરિવારે બાળકના ઈલાજ માટે તેને વિવિધ ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યો. આ ઉપરાંત બાળકને ગાજિયાબાદ જિલ્લા હોસ્પિટલમાં તેમજ મેરઠની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. દિલ્હીની GTB અને એમ્સમાં પણ લઈ જવામાં આવ્યો હતો. દરેક જગ્યાએ તેનો ઈલાજ ન હોવાની વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે 4 સપ્ટેમ્બરના રોજ બાળકનું મોત થઈ ગયુ હતું. જયા પિતાના ખોળામાં બાળક સાબેજ તડફડિયા મારીને મોતને ભેટ્યો હતો. વીડિયોમાં પિતાના ખોળામાં બાળક પણ રોતો જોવા મળી રહ્યો છે જ્યારે નિસહાય પિતા પણ રોતા જોવા મળી રહ્યા છે.
હડકવા એક એવી બીમારી છે જેમા મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. આ બીમાર જાનવરોથી માણસોમાં થાય છે. આ હડકવા વાયરસના કારણે થાય છે. હડકવા મોટાભાગે કુતરાથી થાય છે. જો ક્યારેય પણ કુતરો કરડે તો તરત નજીકની હોસ્પિટલમાં જઈને એન્ટી રેબીન વેક્સીન લેવાની હોય છે. આ વેક્સીન જીરો દિવસ મતલબ કે જે દિવસે કરડ્યો હોય ત્યારથી ત્રીજા દિવસે પછી 7માં દિવસે, 14માં દિવસે અને 28માં દિવસે વેક્સીન લેવાની હોય છે.

Total Visiters :108 Total: 1045415

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *