એપોલોએ ભારતની સૌપ્રથમ કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર સર્વિસીઝ રજૂ કરી

દરેક આકસ્મિકતામાં, ઇન-પેશન્ટ, સર્જરી બાદ અને હોમકેર સર્વિસીઝ ઓફર કરે છે; જે તેને સૌથી મોટી રિમોટ હેલ્થકેર મોનીટરીગ ખેલાડી બનાવે છે

• એપોલોનો એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર પ્રોગ્રામે નર્સ દ્વારા પ્રત્યેક પાળીમાં રખાતી દેખરેખના સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો છે, આઇસીયુમાં પુનઃદાખલ થવાના દરમાં 30%નો અને વોર્ડમાં દર્દીઓમાં વધુ આકસ્મિક વિકૃતિના દરમાં 50%નો ઘટાડો કર્યો છે
• 1000થી વધુ પથારીઓની પહેલેથી જ સવલત ઊભી કરવામાં આવી છે અને 2023ના અંત સુધીમાં 3000 જેટલી પથારીઓની સતત દેખરેખ રખાશે, એપોલો સૌથી મોટી રિમોટ હેલ્થ મોનીટરીંગ પ્રદાતા છે

વિશ્વની સૌથી મોટી સંકલિત હેલ્થકેર પ્રદાતા એપોલોએ આજે ભારતની સૌપ્રથ કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર પ્રોગ્રામ શરૂ કરવાની ઘોષણા કરી છે, જે એપોલોની કનેક્ટેડ કેર ટેકનોલોજીથી સજ્જ છે. એપોલો હંમેશા શ્રેષ્ઠતમ અને અત્યંત સુસંગત ટેકનોલોજીઝ લાવવામાં અગ્રણી રહી છે; અને હવે, રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાયેલ એપોલોની કોમ્પ્રિહેન્સિવ કેસ સેવાઓ ક્લિનીકલ ટીમ અને નર્સીંગ સ્ટાફ દર્દીઓની ઉમદા રિયલ-ટાઇમ દેખરેખ વિવિધ કેર ટચ પોઇન્ટ્સ પર ઓફર કરશે, જેમાં આકસ્મિક અને એમ્બ્યુલન્સ, ઇન-પેશન્ટ, સર્જરી બાદની અને હોમ કેરનો પણ સમાવેશ થાય છે.

ચાલુ વર્ષના પ્રારંભે શરૂ કરાયેલ એપોલોની એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર પ્રોગ્રામ દરમિયાન ગુણવત્તા અને સુરક્ષા ફાયદાઓમાં નોંધપાત્ર વધારો જોયો હતો જેના કારણે એકંદરે દર્દી અનુભવમાં સુધારો કર્યો હતો. નર્સીંગની પ્રત્યેક પાળીમાં 1 કલાકની બચતથી લઇને આઇસીયુમાં પુનઃદાખલ થતા દર્દીઓમાં 30%નો ઘટાડો થયો છે, તેમજ દેખરેખ કરાયેલ દર 100 પથારીઓમાં 8-10થી વધુ વહેલાસરની ક્રિટીકલ એલર્ટ જોઇ છે અને મહદઅંશે ઝીરો કૉડ બ્લ્યુ (આકસ્મિક) કોલ્સ મેળવ્યા હતા જે દર્દીઓને તાત્કાલિક તબીબી ધ્યાનની જરૂર હોવાનો સંકેત આપે છે, આ પ્રોગ્રામ કોઇ પણ અગત્યની ઘટના ચૂકી ન જવાય અને દર્દીઓની પ્રત્યેક પગલે સુરક્ષાની ખાતરી કરે છે.

1000થી વધુ પથારીઓને પહેલેથી જ રિયલ-ટાઇમ સાથે સજ્જ રાખવામાં આવી છે, તેમજ હૈદરાબાદ અને બેંગલોરમાં દરેક એપોલો એકમોમાં રાપીડ-રિસ્પોન્સ પેશન્ટ મોનીટરીંગની પણ વ્યવસ્થા છે ત્યારે કંપની બીજી 2000 કનેક્ટેડ પથારીઓ ચાલુ વર્ષના અંત સુધીમાં ઉમેરવાનું વિચારી રહી છે. હકીકતમાં એપોલોની બેંગલોર અને હૈદારબાદની અનુક્રમે જયાનગર અને હૈદરાબાદની હોસ્પિટલો હાલમાં પ્રત્યેક દાખલ થયેલા દર્દીઓને એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર કવરેજ પૂરી પાડી રહે છે જે તેને ભારતની સૌપ્રથમ સંપૂર્ણ સ્માર્ટ હોસ્પિટલ્સ બનાવે છે.

એપોલોના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતુ કે, “કેર ડિલિવરીમાં ધરમૂળથી ફેરફારો આવી રહ્યા છે, અને ફેરફારો ફક્ત આગામી વર્ષોમાં જ વેગ આપશે. કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર ટેક્નોલૉજી હોવાના વચને દરેક ટચપોઇન્ટ પર સંભાળ ઑફર કરીને, તબીબી નિષ્ણાતો અને દર્દીઓ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેની તકોને વિસ્તૃત કરી છે. જેમ જેમ તે આગળ વધશે તેમ, દર્દીઓ વધુ સારા સ્વાસ્થ્ય પરિણામો અને આરોગ્યસંભાળની વધુ ફાયદાઓનો મેળવવાનો અનુભવ કરશે, ચિકિત્સકો તેમનો સમય મહત્તમ કરી શકશે, વધુ માહિતગાર નિર્ણયો લઈ શકશે અને સતત સંભાળ આપી શકશે. આ સાથે, અમે ભારતને વૈશ્વિક કનેક્ટેડ હેલ્થ નકશા પર મૂકીને, દર્દીની સુરક્ષામાં સુધારો કરે અને ક્લિનિકલ પરિણામોમાં વધારો કરે તેવી કનેક્ટેડ હેલ્થ સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખીશું.”

એપોલોના ક્રિટિકલ કેર ઇન્ટિગ્રેશન એન્ડ ટ્રાન્સફોર્મેશનના ડિરેક્ટર પ્રો. રવિ પી મહાજનએ જણાવ્યું હતું કે, “દર્દીના પરિણામોને સુધારવામાં ટેક્નોલોજી સ્પષ્ટપણે નોંધપાત્ર તફાવત લાવે છે અને અમે એપોલોમાં બધા માટે શ્રેષ્ઠ આરોગ્યસંભાળ અનુભવનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી વ્યાપક કનેક્ટેડ કેર સેવાઓ આરોગ્ય સંભાળની ડિલીવરીમાં નોંધપાત્ર સિદ્ધિ રજૂ કરે છે કેમ કે તે અમને અમારા દર્દીઓને સર્વોચ્ચ ગુણવત્તાની સંભાળનો અનુભવ પૂરો પાડવા સક્ષમ બનાવે છે. અમારો ઉન્નત કનેક્ટેડ કેર પ્રોગ્રામ સમગ્ર પસંદગીની અપોલો હોસ્પિટલોએ આ અનોખા અનુભવનો લાભ લેતા દર્દીઓ સાથે મોટી સફળતા જોઈ છે. પૂરી પાડવામાં આવેલ સંભાળ અને સલામતીની ગુણવત્તામાં વધારો કરે છે. દર્દીઓ માટે, આ સતત મોનિટરિંગ સિસ્ટમ અમને દર્દીઓ પર 24*7 મોનિટર કરવા સક્ષમ બનાવે છે આમ દર્દીની સ્થિતિ વ્યવસ્થાપન અને આરોગ્ય પરિણામોમાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત કરે છે. અને, હવે અમે દર્દીઓ માટે વિશ્વની શ્રેષ્ઠ આરોગ્યસંભાળ લાવવા માટે પ્રતિબદ્ધ હોવાથી અમે આ સેવાઓને દેશભરમાં અમારી 70+ હોસ્પિટલોમાં શરૂ કરવા માટે તૈયાર છીએ.
AI દ્વારા સમર્થિત, આ સ્વદેશી રીતે વિકસિત ઉન્નત સંભાળ ટેક્નોલોજી દર્દીની સ્થિતિમાં વધુ બગાડના પ્રારંભિક સંકેતોને સતત દેખરેખ રાખવા અને શોધી કાઢવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સંભાળ ટીમને વહેલી તકે સુધારાત્મક પગલાં શરૂ કરવામાં સક્ષમ બનાવે છે. વધુમાં, તે નર્સો અને ડૉક્ટરોને નર્સ સ્ટેશન, કમાન્ડ સેન્ટર અથવા તો તેમના મોબાઈલથી દર્દીના સ્વાસ્થ્યને દૂરથી દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવે છે.”

સિસ્ટમમાંથી પૂરા પાડવામાં આવેલ ડેટા અને દર્દીના ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડના આધારે, એપોલોના પ્રાદેશિક કમાન્ડ કેન્દ્રોના ડૉક્ટરો દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વધુ સહાય અથવા સારવારની ભલામણ કરવા માટે સજ્જ છે.

અમુક અણધાર્યા કેસોમાં, સિસ્ટમ ‘ગંભીર’ અથવા ‘અત્યંત ગંભીર’ ચેતવણીઓ શોધવા અને તાત્કાલિક પગલાં લેવા માટે તબીબી કટોકટી ટીમોને સૂચિત કરવામાં સક્ષમ છે..

Total Visiters :332 Total: 1491627

By Admin

Leave a Reply