જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું, આગામી વર્ષે કાર્યક્રમ કરવા માટે ખર્ચ કરતાં પણ વધારે ભંડોળ ભેગું થયું
અમદાવાદ
અમદાવાદમાં ગુજરાતના લગભગ તમામ ગામના લોકો રહે છે. તેઓ જન્માષ્ટમી અને નવા વર્ષની શરૂઆતમાં મળતાં હોય છે. કોઈ એક ગામના લોકો વર્ષમાં એક વખત મળે એવો ટ્રેન્ડ જોવા મળે છે. આવું જ ગામ જામવાળી છે.
જામનગરના જામજોધપુર તાલુકાના જામવાળી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં વસતાં 200 પાટીદાર કુટુંબો મળ્યા હતા. મળવાનો હેતું સ્નેહ અને સંબંધો વધારવાનો હતો. 200 કુટુંબોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાનો છે. એક બીજાને મદદ કરવાનો છે. જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતું. આગામી વર્ષે કાર્યક્રમ કરવા માટે ખર્ચ કરતાં પણ વધારે ભંડોળ થઈ ગયું છે.
શરૂઆતના 3 દશકાઓ સુધી તો જામવાળીના કુટુંબો વાર તહેવારે એક બીજાના ઘરે મળવા જતાં હતા. પણ પછી 35 ચોરસ કિલોમીટરનું અમદાવાદ આજે 400 ચોરસ કિલોમીટરનું થઈ ગયું તેથી બધાના ઘરે મળવા જવાનું 3 દાયકાથી ઓછું થતું ગયું. તેથી કેટલાક આગેવાનોએ મળવાનું નક્કી કર્યું હતું.
1996-97માં 26 વર્ષ પહેલાં પ્રભુદાસભાઈ વાછાણી અને નવીનભાઈ ગોરધનભાઈ સુરતીયા (માર્બલવાળા) એ પહેલો કાર્યક્રમ અમદાવાદમાં કર્યો હતો. ત્યાર પછીના લાંબા સમય પછી કાર્યક્રમ થયો હતો. મૂળ જામવાળીના અને અમદાવાદમાં રહેતાં 600 લોકોમાંથી 525 લોકો કાર્યક્રમમાં હાજર હતા. જેમાં દિકરીઓ અને જમાઈઓ અને તેમના કુટુંબના સભ્યો પણ હતા.
નવીનભાઈ (નાથાભાઈ) ભાણવડિયા 1962 પહેલાં આવ્યા હતા. રિલિફ રોડ પર પાટીદાર કાપડ સ્ટોર હતો. અત્યારે તેમની સીજી રોડ પર સ્ટોર છે.
1962-63માં જામવાળીના સ્વ.મોહનભાઈ છગનભાઈ વાછાણી અને પછી સ્વ.પરસોત્તમભાઈ ગોરધનભાઈ રામજીભાઈ સુતરીયા અમદાવાદ આવીને વસ્યા હતા. તેઓએ નોકરી અને પછી ધંધો કરીને ગામના બીજા લોકોને અમદાવાદ આવવા પ્રેરણા આપી. પહેલાં તેમના કુટુંબના સભ્યોને ખેંચા લાવ્યા અને પછી આખો પ્રવાહ શરૂ થયો હતો. આજે 60 વર્ષ પછી જામવાળી ગામના 102 દિકરાઓ અને 96 દિકરીઓના કુટુંબ અમદાવાદમાં રહે છે. જામનગરના સારા 5 ગામ પૈકીના એક ગામ જામવાળી છે. તેઓ અમદાવાદ નરોડાના પટેલ સમાજની વાડીમાં મળ્યા હતા.
જામવાળીના સૌથી મોટી 80 વર્ષની ઊંમર ધરાવતાં ચંપાબેન પરસોત્તમભાઈ સુતરીયા છે. તેઓ જામવાળીથી અહીં 1964માં આવ્યા હતા. ત્યારે કેવા સંઘર્ષ અને કેવું જીવન હતું તેની વાતો બધાને કહેતાં જોવા મળ્યા હતા. શરૂઆતના બે દશકાઓ સુધી તો તેમનું ઘર અને દુકાન જામવાળીના લોકોનું મળવાનું સ્થાન હતું.
મોહનભાઈ કાલરીયા અને પરસોત્તમભાઈ સુરતરીયા મળતાં ત્યારે કડવા પાટીદારનો અમદાવાદમાં સમાજ બનવાવો જોઈએ તેની ચર્ચા કરતાં હતા. પહેલાં ખાનપુર, પછી કાલુપુર, ત્યાર બાદ રિલીફ રોડ પર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના મકાનો લીધા અને વેચી દીધા હતા. પછી હાલનો એલિસબ્રિજ વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ છે તે મોહનભાઈએ પોતાના દાગીના ગીરવે મૂકીને મકાન રાખ્યું હતું.
બીજી પેઢીના ગામના દિકરામાં સૌથી મોટી ઉંમરના ચંદુભાઈ રતીભાઈ ભાણવડીયા (ચમકચુનો) છે. તેઓ 1972માં અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ આવેલા ધીરૂભાઈ ગોરધનભાઈ સુરતીયા હતા. નવીનભાઈ ગોરધનભાઈ સુતરીયા પણ હાજર હતા.
કિશોરભાઈ ભાણવડિયા, દિલીપભાઈ ભાણવડીયા, ધર્મેન્દ્રભાઈ ધીરૂભાઈ સુતરીયા, કિશોર વિરમગામા, મુનુભાઈ વાછાણી વગેરે સંચાલક મંડળ તરીકે કાર્યક્રમમાં હતા. સમાજના આગેવાનો હતા. જમાઈઓ મોટી સંખ્યા હતા.
હરેશ વાછાણી જામવાળી ગામમાં વૃધ્ધો અને એકવાયુ જીવન જીવતાં લોકોને જામવાળીમાં ટીફીન આપવામાં આવે છે. જામવાળી ગામના લોકોને ફર્નિચર ખરીદીમાં 30 ટકા રાહત આપવાની જાહેરાત 4 સપ્ટેમ્બર 2023ના રોજ કરાઈ હતી.
1990 સુધી આવેલાં લોકો સારી રીતે આગળ આવેલાં જોવા મળતાં હતા. ઓછી મૂડીએ સાચી દીશામાં કામ કરનારા આગળ આવ્યા હોવાનું પ્રમાણ વધારે છે. હવે ધંધો કરવા માટે જામવાળીથી આવતાં હોય એવા ઓછા લોકો અહીં છે. મોટાભાગના લોકો નોકરી કરનારા છે, ઉદ્યોગો અને વેપાર કરતાં લોકો 12થી 15 હતા. પાટીદાર ગૃપ અને ખુશબુ રીક્ષાના સંચોલકો પણ હતા.