પક્ષના દંડક તરીકે નિયુક્ત કરવાની જાહેરાત બાકી રાખવામાં આવી
વડોદરા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જે અંગેની જાહેરાત આજે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રભારી ગોરધન ઝડફિયા અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કોર્પોરેટરોની બેઠકમાં નામોની જાહેરાત કરી હતી. જેમાં આગામી અઢી વર્ષ મહિલા મેયરનો હોદ્દો હોવાથી પિંકીબેનના નામની જાહેરાત થઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ હોદ્દેદારની નિમણૂક અંગે ભારતીય જનતા પાર્ટી એ કસરત શરૂ કરી હતી. જેમાં સૌ પ્રથમ ત્રણ નિરીક્ષકોએ વડોદરા આવી પહોંચી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોનો અભિપ્રાય મેળવ્યો હતો સાથે સાથે હોદ્દો મેળવવા ઈચ્છનાર કોર્પોરેટરોનો બાયોડેટા પણ મેળવ્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયા બાદ નિરીક્ષકોએ શહેર ભાજપ મહુડી મંડળની સાથે બેઠક યોજી હતી અને તેઓ પાસેથી પણ નામો મેળવ્યા હતા આ પ્રક્રિયા બાદ શહેર ભાજપ ના અગ્રણીઓની એક બેઠક સંસદ સભ્યોને ત્યાં પણ મળી હતી ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો સંસદ સભ્ય તેમજ પક્ષના અગ્રણીઓએ પોતપોતાના માનિતા કોર્પોરેટરના નામો રજૂ કર્યા હતા. જે આધારે એક હોદ્દા માટે ચાર થી પાંચ કોર્પોરેટરની યાદી તૈયાર કરવામાં આવી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે પાંચ હોદ્દા માટે પાંચ કોર્પોરેટરની યાદી તૈયાર કરી ગુપ્ત કવર વડોદરા શહેરના પ્રભારી ગોરધન ઝડફિયાને સુપ્રત કર્યું હતું.
ભાજપ કાર્યાલય ખાતે ચોથા મહિલા મેયર તરીકે પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રદેશ ડોક્ટર શીતલ મિસ્ત્રી ભાજપ પક્ષના કોર્પોરેશનના નેતા પદે મનોજ પટેલ જ્યારે પક્ષના દંડક તરીકે. નિયુક્ત કરવાની જાહેરાત બાકી રાખી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ચાર હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત બાદ તમામ કોર્પોરેટરો 11:00 વાગ્યે કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસે પ્રણાલીકા મુજબ કોઈપણ ઉમેદવાર ઉભો નહીં રાખતા પાંચ હોદ્દેદારની સર્વનું મતે નિયુક્તિ થઈ હતી.