સ્થાનિક ખેલાડી આયુષે U-17નો ખિતાબ જીત્યો; અંશે બેવડો ખિતાબ જીત્યો

Spread the love

સુરત

સુરતના ઉભરતા ખેલાડી અને ચોથા ક્રમાંકિત આયુષ તન્નાએ તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 7મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં બોયઝ અન્ડર-17 ટાઈટલ પર કબજો કરવા માટે ટોચના ક્રમાંકિત ધ્યેય જાની સામે 3-1થી પરાક્રમી વિજય મેળવ્યા બાદ ઘરના દર્શકોને ખૂબ ખુશ કરી દીધાં હતા. આ ટુર્નામેન્ટ નું આયોજન સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન થયું છે.

15 વર્ષના આયુષનું આ સિઝનનું બીજું અંડર-17 ટાઇટલ છે.

દરમિયાન, ટોચની ક્રમાંકિત જિયા ત્રિવેદી છેલ્લે સુધી ટકી રહી હતી અને તેણે તેના શહેરની સાથી ખેલાડી ખ્વાઈશ લોટિયાને સીધી ગેમ્સમાં કચડીને ગર્લ્સ અંડર-15 ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

આ ટુર્નામેન્ટમાં જિયાની દોડ ચાલુ રહી છે કારણ કે 13 વર્ષની આ કિશોરીએ સેમિફાઇનલમાં સુરતની અર્ની પરમારને 3-1થી હરાવીને ગર્લ્સ અંડર-19 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે જ્યાં તેણીનો સામનો ચોથો ક્રમાંકિત અને અન્ય આમદાવાદી નિધિ પ્રજાપતિ સાથે થશે.

અન્ય એક વિજેતા ખેલાડી અમદાવાદી અંશ ખામર હતો જેણે બોયઝ અંડર-11 અને 13 ટાઇટલ જીતીને બેવડો ખિતાબ મેળવ્યો હતો.

અંડર-11માં, અંશે રાજકોટના દેવ ભટ્ટને 11-7, 11-9, 9-11, 11-7થી હરાવીને સિઝનના સાતેય અંડર-11 બોયઝ ટાઇટલ જીત્યા હતા.

તેણે અમદાવાદના ટોચના ક્રમાંકિત જેનિલ પટેલને અપસેટ કર્યા બાદ બોયઝ અન્ડર-13 ટાઇટલ કબજે કરીને તેનો આનંદ બમણો કર્યો.

આ ટુર્નામેન્ટ માં અમદાવાદના ખેલાડીઓની સારી દોડ ચાલુ રહી કારણ કે ત્રીજા ક્રમાંકિત ખનક શાહે ટોચના ક્રમાંકિત અને સ્થાનિક ખેલાડી વિન્સી તન્નાને 3-2થી હરાવીને ગર્લ્સ અંડર-11 ટાઇટલ પોતાના નામે કર્યો હતો.

ગર્લ્સ અન્ડર-13 ફાઇનલમાં, ભાવનગરની ટોચની ક્રમાંકિત ચાર્મી ત્રિવેદીએ સ્થાનિક ખેલાડી અને સાતમી ક્રમાંકિત વિશ્રુતિ જાદવના સખત પડકારનો સામનો કરી 3-2થી ફાઈનલ મેચ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

સુરતના ઉભરતા ખેલાડી આયુષ તન્નાએ બોયઝ અંડર-17 ટાઇટલ જીતવા માટે ધ્યેય જાની સામે 3-1થી જીત મેળવવા માટે સખત મહેનત કરી હતી.

મુખ્ય પરિણામો નીચે મુજબ છે :

U-11 Boys Final: Ansh Khamar (AHD) bt Dev Bhatt (RJT) 11-7, 11-9, 9-11, 11-7
U-13 Boys Final:(2) Ansh Khamar (AHD) bt (1) Jenil Patel (AHD) 10-12, 11-4, 11-8, 11-7
3&4 Positions: (3) Dwij Bhalodia (AHD) bt (4) Parv Vyas (AHD) 4-11, 11-9, 11-8, 11-9.

U-13 Girls Final: (1) Charmy Trivedi (BVN) bt (7) Vishruti Jadav (SRT) 11-8, 7-11, 11-6, 10-12, 11-8

U-15 Girls Final: (1) Jiya Trivedi (AHD) bt (2) Khwaish Lotia (AHD) 11-7, 11-8, 11-9.
U-15 Girls 3&4 Position : (4) Vishruti Jadav (SRT) bt (3) Princy Patel 11-5, 11-0, 13-11

U-17 Boys Final: Aayush Tanna (SRT) bt Dhyey Jani (BVN) 14-12, 7-11, 12-10, 11-6.

Women’s Semi-Final: (4) Radhapriya Goel (GNR) bt (1) Kausha Bhairapure (AHD) 11-4, 11-9, 9-11, 6-11, 9-11, 11-9, 11-7; (6) Frenaz Chipia (SRT) bt (10) FilzahFatema Kadri (SRT) 11-4, 12-10, 11-8, 11-5

Men’s Semi-Final: (5) Arman Shaikh (ARV) bt (1) Akshit Savla (AHD) 8-11, 11-9, 11-8, 11-8, 12-10
(3) Karanpal Jadeja (BVN) bt Pratham Mandlani (BRD) 8-11, 11-9, 11-13, 13-11, 11-6, 11-3.

U-17 Girls Semi-final: (1) Riya Jaiswal (BVN) bt (5) Sanaya Achha (SRT) 12-10, 11-6, 11-9
(7) Nidhi Prajapati (AHD) bt (3) Siddhi Bulsara (NAV) 11-5, 11-1, 11-7

Total Visiters :378 Total: 1366610

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *