ઘરઆંગણે ફ્રેનાઝ ઝળકી, કરણપાલે પ્રથમ ટાઇટલ જીત્યું

Spread the love

સુરત

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરતના ઉપક્રમે યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ સાતમી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2033માં સ્થાનિક અન છઠ્ઠા ક્રમની ફ્રેનાઝ ચિપીયાએ ગઈ આવૃત્તિની ચેમ્પિયન રાધાપ્રિયા ગોયેલને હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ આઠીથી દસમી સપ્ટેમ્બર દરમિયાન અહીંના તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ હતી.

ફ્રેનાઝે આક્રમક રમત દાખવી હતી અન રમત પર તેનો સંપૂર્ણ અંકુશ રહ્યો હતો. તે હરીફની રાહત આપવાના જરાય મૂડમાં ન હતી અને સળંગ ત્રણ ગેમ જીતી લીધી હતી. ચોથી ગેમ જીતીને રાધાપ્રિયાએ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફ્રેનાઝે ત્યાર બાદની સળંગ બે ગેમ જીતી લીધી હતી. “હુ ઇન્ટરનલ ઇન્સ્ટિટ્યૂટશનલ સ્પર્ધામાં રાધાપ્રિયા સામે રમી હતી અને તેને હરાવી હતી. આ વખતે પણ તેની સામે હું આત્મવિશ્વાસથી રમી હતી.” તેમ ચિપીયાએ જણાવ્યું હતુ.

જોકે મેન્સ ફાઇનલમાં રોમાંચ રહ્યો હતો. જ્યારે ભાવનગરના અનુભવી ખેલાડી અને ત્રીજા ક્રમના કરણપાલ જાડેજાએ એક ગેમ પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કર્યો હતો તથા ચોથા ક્રમના અરમાન શેખને 4-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 11 વર્ષની કારકિર્દીમાં આ તેનું પ્રથમ ટાઇટલ હતું.

“અગાઉ હું ઘણી સેમિફાઇનલ્સ અને ફાઇનલ રમ્યો હતો પરંતુ ફાઇનલની બાધાને પાર કરવામાં નિષ્ફળ જતો હતો. જોકે આજે હું એવા ખેલાડી સામે રમ્યો હતો જેની સામે ભૂતકાળમાં મેં સારો દેખાવ કર્યો હતો. આમ મારા માટે આ તક હતી અને તેને હું બંને હાથે ઝડપી લેવા પ્રતિબદ્ધ હતો.” તેમ 21 વર્ષીય જાડેજાએ જણાવ્યું હતું.

સુરતના ઉભરતા સ્ટાર અને ત્રીજા ક્રમના આયુષ તન્નાએ બે ટાઇટલ જીત્યા હતા. તેની કારકિર્દીમાં આ પ્રથમ ટાઇટલ હતું. અગાઉ તેણે બોયઝ અંડર-19 ફાઇનલમાં તેણે પરાજયમાંથી બહાર આવીને મોખરાના ક્રમના અરમાન શેખને હરાવ્યો હતો. આયુષ તન્નાએ બોયઝ અંડર-15 ટાઇટલ જીત્યું હતું.

ગર્લ્સ અંડર-19 ફાઇનલ અમદાવાદની બે ખેલાડી વચ્ચે રમાઈ હતી. જ્યા ચોથા ક્રમની નિધી પ્રજાપતિએ સંઘર્ષ કર્યા બાદ બીજા ક્રમની જિયા ત્રિવેદીને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

નિધી જોકે વિજયી મોમેન્ટ જાળવવામાં નિષ્ફળ રહી હતી કેમ કે અંડર-17ની ફાઇનલમાં અમદાવાદની આ ખેલાડીનો મોખરાના ક્રમની રિયા જયસ્વાલ સામે 2-3થી પરાજય થયો હતો.

જીએસટીટીએ આ સાથે સિઝનની સાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ પૂરી કરી હતી. ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સિઝનની સૌતી મોટી ટુર્નામેન્ટ ખોખરા, અમદાવાદના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 27મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન યોજાશે. જે આ સિઝનની અંતિમ ટુર્નામેન્ટ રહેશે.

ફાઇનલ પરિણામોઃ
મેન્સઃ કરણપાલ જાડેજા જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 8-11, 11-8, 13-11, 11-6, 11-7
વિમેન્સઃ ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ 11-5, 11-6, 11-9, 9-11, 11-6
અંડર-19 બોયઝઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 8-11, 11-8, 9-11, 2-11, 11-7, 11-5, 11-9
અંડર-19 ગર્લ્સઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 8-11, 11-7, 7-11, 11-4, 11-6, 4-11, 12-10
અંડર-17 ગર્લ્સઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 8-11, 11-4, 15-17, 11-6, 11-6

Total Visiters :270 Total: 1011039

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *