તિપરા મોથાના એક સમૂહ દ્વારા કથિત રીતે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ રેલીમાં સામેલ થવા પર રોક્યા બાદ હિંસક અથડામણ
અગરતલા
ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લામાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષી તિપરા મોથા વચ્ચે સોમવારે હિંસક અથડામણ થઈ ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ અધિકારી અને બે અન્ય કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ આજે તેની જાણકારી આપી છે.
તાજેતરમાં જ થયેલી પેટા ચૂંટણીમાં જીત બાદ ભાજપ કાર્યકર્તાઓએ સોમવારે એક વિશાળ વિજય રેલી કાઢી હતી. આ દરમિયાન તિપરા મોથા અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી.
સહાયક મહાનિરીક્ષક જ્યોતિષમાન જાસ ચૌધરીએ જણાવ્યું કે, તિપરા મોથાના એક સમૂહ દ્વારા કથિત રીતે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ રેલીમાં સામેલ થવા પર રોક્યા બાદ હિંસક અથડામણ થઈ હતી.
પોલીસે જણાવ્યું કે, આ અથડામણમાં બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ સહિત 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકના સ્વાસ્થ્ય સુવિધામાં સારવાર અર્થે ખસેડાયા છે.
હિંસક અથડામણ દરમિયાન જ્યારે પોલીસ ટીમે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તકરજલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી રથિર ડેબબર્મા અને અન્ય બે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો જેમાં તેઓ ઘાયલ થયા છે. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
અથડામણ બાદ રેલીનું સ્થાન બાદમાં તકરજલામાં સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા આરોપ લગાવ્યો હતો કે., શાંતિ ભંગ કરવાના વિપક્ષના પ્રયાસોને રોકવા માટે ભગવા પક્ષના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા.