સૈન્ય હથિયાર નિષ્ણાતો સાથે કિમ જોંગ રશિયાની મુલાકાતે

Spread the love

રશિયન પ્રવક્તાએ કહ્યું કે, કિમ જોંગ ઉનની આ મુલાકાત બંને દેશોની દ્વિપક્ષીય વાતચીત માટે મહત્વની છે


મોસ્કો
રશિયા-યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક નવો વળાંક સામે આવી રહ્યા છે. રશિયા યુદ્ધ માટે કિમ જોંગ ઉન પાસેથી સૈન્ય હથિયારોની ડીલ કરી શકે છે. આ વાત પર અગાઉ એક અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો. આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આજે રશિયાની મુલાકાતે ગયા છે. આ મુલાકાતમાં કિમ જોંગ ઉન સાથે હથિયારો બનાવતી કંપનીના માલિકો પણ ગયા છે તેવો એક જાપાની મીડિયાએ દાવો કર્યો હતો.જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ જોંગ ઉન રશિયાના ખાસન સ્ટેશન પર ઉતર્યા છે. ગઈકાલે કિમ જોંગ ઉન ખાનગી ટ્રેન દ્વારા ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી રશિયા જવા રવાના થયા હતા. આ પ્રવાસમાં તેમની સાથે વિદેશ મંત્રી અને સૈન્ય હથિયાર નિષ્ણાતો પણ હાજર છે.
રશિયન પ્રવક્તાએ કહ્યું કે, કિમ જોંગ ઉનની આ મુલાકાત બંને દેશોની દ્વિપક્ષીય વાતચીત માટે મહત્વની છે. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે વાતચીત થશે અને જો સહમતિ બનશે તો કેટલાક કરારો પણ થઈ શકે છે. જો કે, ખાસન પ્રશાસને કિમ જોંગ ઉનના આગમન અંગે મૌન સાધ્યું હતું.
એજન્સી અનુસાર, અમેરિકી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું કે, અગાઉ રશિયન ડિફેન્સ મીનીસ્ટર પ્યોંગયાંગના પ્રવાસે ગયા હતા અને આ પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાએ રશિયા સાથે આર્ટિલરી દારૂગોળોની ડીલને મંજૂર કરવા પ્રયાસ કર્યો હતો. આ માટે એવું માનવામાં આવી રહ્યું છે કે કિમ જોંગ ઉન આ મુલાકાતમાં ડીલને સફળ બનવાનો પ્રયાસ કરશે.
ઉત્તર કોરિયાની એક એજન્સીનું માનવું છે કે, કિમ જોંગ ઉને સત્તાધારી પક્ષના ઘણા નેતાઓને પણ પોતાની સાથે લીધા છે. આ ઉપરાંત સૈન્ય અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપશે. ચાર વર્ષ બાદ કિમ જોંગ ઉન અને વ્લાદિમીર પુતિન વચ્ચે આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 2019માં મળ્યા હતા.
એવું માનવામાં આવે છે કે કિમ જોંગને ઉડાનથી ડર લાગે છે. આ ડર વારસાગત છે, એટલે કે તેના પિતા અને દાદા વિશે પણ એવું જ કહેવામાં આવ્યું હતું. કિમ પહેલા પણ આ બંને કોરિયન નેતાઓ હવાઈ મુસાફરી કરવાનું ટાળતા હતા અને જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ દેશની બહાર જતા હતા. તે જ રીતે કિમ જોંગ પણ શક્ય હોય ત્યાં સુધી તે પોતાની ટ્રેનમાં મુસાફરી કરે છે. ઉપરાંત આ ટ્રેનને ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે અને કિમ જોંગ તેની તમામ સુરક્ષા સાથે લઇ જાય છે માટે તે હવાઈ મુસાફરી કરતા ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

Total Visiters :97 Total: 1041396

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *